બસમાં નવસારી જતા બે શંકાદસ્પદો પોલીસ તપાસમાં અફઘાનિ વિદ્યાર્થી નીકળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે એલર્ટના આધારે તપાસ કરતાં બન્ને વિદેશી નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીકળ્યા હતાં.(ફાઈલ તસવીર પ્રસ્તૂતીકરણ માટે) - Divya Bhaskar
પોલીસે એલર્ટના આધારે તપાસ કરતાં બન્ને વિદેશી નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીકળ્યા હતાં.(ફાઈલ તસવીર પ્રસ્તૂતીકરણ માટે)
  • મુસાફરે પોલીસને ફોન કરીને સમગ્ર હકીકત કહી
  • પોલીસે તપાસ કરતાં વિદ્યાર્થીઓ નીકળતા હાશકારો

સુરતઃછેલ્લા થોડા દિવસોથી આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. જેના આધારે આજે એક મુસાફરે પોલીસને ફોન કરીને બસમાં નવસારી જતાં બે શંકાસ્પદ વિદેશીઓને જોયા હોવાનું કહેતા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં બન્ને યુવકો અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ હોય તેમને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હોવાથી આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.

જાગૃત નાગરિકે ફોન કર્યો હતો
મહુવા તાલુકાના કાકરીયા ગામના મુલ્લા ફળિયામાં રહેતા ફિરોજ ગની શેખે પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે, તે બરોડાથી બસમાં આવતો હતો ત્યારે બે અજાણ્યા વિદેશી નાગરિકોને તેણે જોયા હતાં.જેના ચહેરા અખબારમાં છપાતા શંકાસ્પદ આતંકીઓને મળતા આવતાં હતાં. આ યુવકો પાસે વિદેશી ચલણ હતુ અને ભારતીય ચલણ ઓછું હતું. સાથે જ તેઓ અફઘાનિસ્તાનના હોવાનું તેમણે જણાવ્યું હતું. 

પોલીસે એલર્ટ આપી તપાસ આદરી
આતંકવાદી જેવા દેખાતા યુવાન બસ મારફત નવસારી આવ્યા હોવાના મેસેજથી નવસારી જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. સાથે તપાસ કરતા બન્ને યુવકો નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર બાબતની ખાતરી પણ કરી જેમાં બન્ને વિદ્યાર્થીઓ અનુસ્નાતક કોર્ષમાં એડમિશન મળતા તેઓ અહીં અભ્યાસ અર્થે આવ્યા હતાં.તેઓ મૂળ અફઘાનિસ્તાનના જ છે.18 મીએ આ વિદ્યાર્થીઓ નવસારી આવ્યાનો પોલીસે ખુલાસો કર્યો હતો.

દૂતાવાસે વિઝા આપ્યા હતા
અફગાનિસ્તાન વિદ્યાર્થીઓ પહેલા કાબુલ થી દિલ્હી, દિલ્હી થી વડોદરા અને વડોદરા થી નવસારી એગ્રીકલ્ચર કોલેજ આવવા માટે બસમાં પહોંચ્યા હતાં.અફગાનિસ્તાનમાં આવેલી ભારતીય દુતાવાસ દ્વારા વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી કરવામાં માટે વિઝા આપવામાં આવ્યા હતાં.