રનવે પર ફ્લાઈટ લપસી જવાના કેસમાં સ્પાઈસ જેટના બે પાયલોટ એક વર્ષ માટે સસ્પેન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત એરપાર્ટ પર ફ્લાઈટ લપસવાના કેસમાં ડીજીસીએએ પાયલોટને સસ્પેન્ડ કર્યા છે.(એરપોર્ટની ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરત એરપાર્ટ પર ફ્લાઈટ લપસવાના કેસમાં ડીજીસીએએ પાયલોટને સસ્પેન્ડ કર્યા છે.(એરપોર્ટની ફાઈલ તસવીર)
  • 30 જૂન 2019ના રોજ ફ્લાઈટ લપસી હતી
  • 47 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો

સુરતઃ સુરત એરપોર્ટ પર ભારે વરસાદને કારણે રવિવાર તારીખ 30 જૂન 2019ના રોજ 47 જેટલા મુસાફરો સાથેની સ્પાઈસ જેટની ભોપન સુરત ફ્લાઈટ રનવે પરથી આગળ લપસી ગઈ હતી. ફ્લાઈટ સ્પીડમાં રનવે પરથી રન વે એન્ડ સેફ્ટી એરિયામાં ધસી ગઈ હતી. જેથી સ્પાઈસ જેટે પાયલોટની બેદકારી બદલ ફરજ મોકૂફ કર્યા હતાં. કેસની તપાસના અંતે ડીજીસીએ બન્ને પાયલોટને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

સમગ્ર ઘટના કેવી રીતે બનેલી

30 જૂન 2019ના રવિવારે રાત્રે સુરત એરપોર્ટ પર 8 વાગ્યે ભોપાલથી સુરતની સ્પાઇસ જેટ એસજી 3722 ફ્લાઈટ આવી પહોંચી હતી. પરંતુ સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો. એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને ફ્લાઇટ રન-વેની બહાર નીકળી ગયું હતું. એરપોર્ટ પર પાણી ભરાઈ ગયુ હતું, જેને કારણે આવુ બન્યું હતું. ફ્લાઈટ લપસી જતા અંદર બેસેલા 47 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જોકે, બાદમાં તે કન્ટ્રોલમાં આવી હતી, અને કોઈ જાનહાનિ થઈ ન હતી.