તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરામાં અશરફ નાગોરી પર ફાયરિંગ કેસમાં માથાભારે મહેતાબ ભૈયા સહિત બે ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી હોસ્પિટલમાં આરોપી મહેતાબ સારવાર કરાવવા જતા સીસીટીવીમાં કેદ થયો હતો - Divya Bhaskar
ખાનગી હોસ્પિટલમાં આરોપી મહેતાબ સારવાર કરાવવા જતા સીસીટીવીમાં કેદ થયો હતો
  • અશરફે મેલી વિદ્યા કરાવી હોવાના વહેમમાં ગોળીબાર કરાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
  • આરોપી મહેતાબ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયો હોવાના સીસીટીવી સામે આવ્યા

સુરતઃ શનિવારે મોડી સાંજે બનેલા બનાવમાં અશરફ નાગોરી પર સગરામપુરાના માથાભારે મહેતાબ ભૈયાએ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અમરોલી પોલીસે મહેતાબ અને તેના સાગરિતોને મોડી રાત્રે પકડી પાડ્યા હતા.બાદમાં આરોપીઓને અમરોલી પોલીસે લાલગેટ પોલીસને હવાલે કર્યા હતા. આ મામલે પોલીસને હાથે ઘટનાના કેટલાક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં ફાયરિંગ કોણે કર્યું તે બાબતે નવો વળાંક આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ફાયરિંગમાં મહેતાબ પણ ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ કરાવવા ગયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે.

સ્થળ પરથી બૂલેટના બે ખાલી ખોખા તથા એક જીવતી કારતૂસ મળી હતી
રામપુરામાં રહેતો માથાભારે અશરફ નાગોરી શનિવારે રાત્રે તેમના મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં મહેતાબ અને તેનો ભાઈ હાસિમ ભૈયા સાગરીતો સાથે આવીને અશરફ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. બનાવ અંગે અશરફે લાલગેટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મહેતાબ ભૈયાને અશરફે પોતાની ઉપર મેલી વિદ્યા કરી હોવાનો વહેમ હોવાનું નોંધાવ્યું હતું. આ અંગે સમાધાન કરવા અલતાફ પટેલે પણ ભલામણ કરી હોવાનું જણાવ્યું છે. અશરફની આ વાત ગળે ઊતરે તેમ નથી. જોકે, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને સ્થળ પરથી બૂલેટના બે ખાલી ખોખા તથા એક જીવતી કારતૂસ મળી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો