તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંત્રોલીના ભુરી ગામમાં રાત્રે જૂથ અથડામણ, બે રાઉન્ડ ફાયરિંગ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગરે એરગનથી બે રાઉન્ડ ફાયરિંગ કરાયાની આશંકા
  • જૂની અદાવતમાં જૂથ અથડામણ થયાની શક્યતા

સુરતઃ પલસાણાના અંત્રોલીમાં આવેલા ભુરી ગામમાં રાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એરગનથી બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેથી કડોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

બેને લાકડાના ફટકા મરાતા ઈજાગ્રસ્ત

મળતી માહિતી પ્રમાણે, પલસાણામાં આવેલા અંત્રોલીના ભુરી ગામમાં સામે સામે બે જૂથના લોકો તિક્ષ્ણ હથિયાર અને  લાકડાના ફટકા વડે આમને સામને આવી ગયા હતા. અને બૂટલેગર દ્વારા એરગનથી બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાની આંશકા છે. જેમાં બે વ્યક્તિઓને લાકડાના ફટકા મારવામાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.