ટ્રક ચાલકે બાઈક સવાર દુકાનદાર મિત્રોને અડફેટે લેતા બંનેના મોત, 11 દિવસના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં મોતને ભેટનાર વિકાસ(જમણે) અને બીટ્ટુની ફાઈલ તસવીર - Divya Bhaskar
અકસ્માતમાં મોતને ભેટનાર વિકાસ(જમણે) અને બીટ્ટુની ફાઈલ તસવીર
  • ટ્રક લઈને ભાગેલા ચાલકનો 4 કિલોમીટર પિછો કરી લોકોએ ઝડપી પાડ્યો
  • ટ્રકની અડફેટે આવેલી બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં

સુરતઃ સચિન બુડિયા ચોકડી નજીક ટ્રક ચાલકે બે દુકાનદાર મિત્રોની બાઈકને અટફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. બંને દુકાનદાર મિત્રો બાઈક પર સચિનથી ઘરે આવતા અકસ્માત નડ્યો હતો. મૃતકો પૈકી એક વિકાસસિંગના ઘરે 2 ફેબ્રુઆરીના રોજ જ દીકરાનો જન્મ થયો હતો. દરમિયાન વિકાસના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ટ્રક ચાલકને લોકોએ ઝડપી પાડ્યો
મળતી માહિતી પ્રમાણે, ઉધના અને પાંડેસરામાં રહેતા વિકાસસિંગ સંતોષસિંગ રાજપૂત(ઉ.વ.24) અને બીટ્ટુ પ્રેમ ઠાકુર(ઉ.વ.23) સચિન વિસ્તારમાં આવેલી શિવસાંઈ સોસાયટીમાં દુકાન ધરાવતા હતા. રાત્રે  9:30 વાગ્યે બંને પાડોશી દુકાનદાર મિત્રો વિકાસની બાઇક પર સચિનથી ઘરે આવતા હતા
. દરમિયાન બુડિયા ચોકડી નજીક ટ્રક ચાલક અડફેટે લઈ ભાગી ગયો હતો. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. અકસ્માત કરી ભાગેલા ટ્રક ચાલકનો 4 કિલોમીટર સુધી લોકોએ પીછો કરી ઝડપી પાડ્યો હતો. હાલ વધુ તપાસ સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

વિકાસના લગ્નને અક વર્ષ જ થયા હતા
ઉધનામાં આવેલા સત્યમ રો હાઉસમાં મૂળ યુપીનો વિકાસસિંગ પરિવાર સાથે રહેતો હતો. પિતા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર અને એક નાનો ભાઈ છે. વિકાસ સચિન વિસ્તારમાં આવેલી શિવસાંઈ સોસાયટીમાં હાર્ડવેરની દુકાન ધરાવતો હતો. વિકાસના લગ્નને એક વર્ષ થયું છે. વિકાસના ઘરે 2 ફેબ્રુઆરીના રોજ જ દીકરાનો જન્મ થયો હતો. દરમિયાન વિકાસના મોતના પગલે 11 દિવસના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પિતાના અવસાન બાદ બીટ્ટુ પર પરિવારની જવાબદારી હતી
પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી રામ નગરમાં મૂળ યુપીનો બીટ્ટુ મામા સાથે રહેતો હતો. પિતાના આવસાન બાદ બીટ્ટુ પર માતા, બે બહેનો અને એક ભાઈની જવાબદારી આવી હતી. બીટ્ટુ સચિન વિસ્તારમાં આવેલા શિવસાંઈ સોસાયટીમાં સલૂનની દુકાન ધરાવતો હતો. પરિવારના એક માત્ર કમાવ દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.