સુરત / કામરેજના અમૃતનગરમાં ખૂની ખેલ ખેલાયો, બે ભાઈઓની પૈસાની લેતીદેતીમાં હત્યા

લાકડાના ફટકા લઈને તૂટી પડેલા ઈસમોએ બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા
લાકડાના ફટકા લઈને તૂટી પડેલા ઈસમોએ બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા

  • ગામના જ યુવકોએ બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા
  • ઘટના સ્થળેથી જ પોલીસે એક યુવકને ઝડપી પાડ્યો છે

Divyabhaskar.com

Jan 15, 2020, 11:04 AM IST

સુરતઃ કામરેજના અમૃતનગરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. પૈસાની લેતીદેતીમાં બે સગા ભાઈઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે એક યુવકને પણ ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા

મળતી માહિતી પ્રમાણે, કામરેજના અમૃતનગરમાં મૂળ યુપીના કરમપુરના મિજખુરી ગામના બંટી અને નિરૂ નામના બે સગા ભાઈઓ રહેતા હતા અને કામરેજમાં જ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. દરમિયાન મોડી રાત્રે નજીકના રૂમમાં રહેતા અને ગામના જ ઈસમોએ પૈસાની લેતીદેતીમાં લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

ડબલ મર્ડરથી પોલીસ દોડતી થઈ

કામરજેના અમૃતનગરમાં ડબલ મર્ડરની જાણ થતા કામરેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી જ હત્યામાં સંડોવાયેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે યુવકની પૂછપરછની સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને હત્યામાં કેટલા ઈસમો સામેલ હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

X
લાકડાના ફટકા લઈને તૂટી પડેલા ઈસમોએ બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યાલાકડાના ફટકા લઈને તૂટી પડેલા ઈસમોએ બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી