સુરત / મુંબઈથી 9.80 લાખની કિંમતનું 196 ગ્રામ એમડી ડ્રગ મંગાવી વેચવા જતા ત્રણ પકડાયા

  • ભાગાતળાવ જે.કે. ચેમ્બરની બાજુમાં જાહેરમાં જ ડ્રગની આપ-લે થતી હતી
  • મુંબઇનો કોઇ યુવાન એમડી ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે

Divyabhaskar.com

Jul 12, 2019, 11:44 AM IST

સુરતઃ સરા જાહેર ડ્રગની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. ભાગાતળાવ, જે.કે. ચેમ્બર નજીક જાહેરમાં રૂ. 9.80 લાખની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગની આપ-લે કરતા ત્રણને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથ લાગ્યો ન હતો. જેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

સુરતના ત્રણ પકડાયા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના પોઈ એચ.આર. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ભાગાતળાવ નજીક કેટલાક યુવાનો ડ્રગ લેવા આવવાના છે તેવી બાતમી સાંપડતા ગુરુવારે એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જેમાં મોહંમદ જુનેદ અબ્દુલરજાક ચાંદીવાલા (ઉ.વ.32,, રહે: મદાર એપાર્ટમેન્ટ, સોદાગરવાડ, શાહપોર, લાલગેટ), ગુલામ સાબિર ઉર્ફે સમીર મોહંમદ સલીમ કુરેશી (ઉ.વ.35, રહે: ઢીંગલી ફળિયું, બડેખાંચકલા, ખ્વાજાદાના દરગાહ રોડ) અને અશફાક અફઝલ કુરેશી (ઉ.વ.35, રહે: મટન માર્કેટ, નાનપુરા)ને પકડી પાડ્યા હતા.

મુંબઈનો યુવાન પોલીસ પકડમાં ન આવ્યો

ત્રણેય પાસેથી રૂ. 9.80 લાખની કિંમતનું મેફેડ્રોન (મેથાફેટામાઇન) એટલે કે એમડી ડ્રગ કબજે કરાયું છે. જેને મુંબઇનો કોઇ યુવાન આ ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈથી આવેલો યુવાન પોલીસે હાથ લાગ્યો ન હતો. જેને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મુંબઇથી આ રીતે એમડી ડ્રગ મગાવી સુરતમાં કોલેજિયન યુવાનોને નશાના રવાડે ચડાવાતા હતા. પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી