તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવન્થ ડે સ્કૂલમાં ફી વધારાનો વિરોધ ત્રીજા દિવસે યથાવત, વાલીઓએ રેલી કાઢી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા - Divya Bhaskar
રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા
  • પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવશે
  • 42થી 45 ટકા ફી વધારાથી રાહતની માંગણી

સુરતઃ અઠવાલાઇન્સની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા કરાયેલા ફી વધારાના વિરોધમાં ત્રીજા દિવસે પણ વાલીઓએ સ્કૂલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. આજે સવારથી મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર એકત્ર થયા હતા. તેમજ વિદ્યાર્થોઓ ને શાળામાં જતા અટકાવી અભ્યાસથી દૂર રાખ્યા હતા. હાલની ફી કરતાં 42થી 45 ટકા ફી વધારાથી રાહતની માંગણી સાથે મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ બહારથી રેલી કાઢી પોલીસ કમિશનર કચેરી તરફ આગળ વધ્યા હતા.

5 વાલી કમિશનરને રજુઆત કરવા ગયા

પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા આવતા લોકોને હવે મેઈન ગેટ બહાર જ રોડ ઉપર અટકાવી દેવાયા હતો અને માત્ર 5 લોકોને જ કમિશનર કચેરીમાં આવવાની પરવાનગી અપાઈ હતી. તેમજ કોઈ પણ રજુઆત કરનાર વ્યક્તિએ કેમ્પસમાં કોઈ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે પછી ઇન્ટરવ્યૂ પણ ગેટ બહાર રોડ ઉપર આપવા મજબૂર કરાઈ છે.

નાના ભૂલકાઓને લઈને વાલીઓ રેલીમાં આવ્યા

વાલીઓ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના વાલીઓ જોડાયા હતા. જ્યારે કેટલીક મહિલાઓ અને વાલીઓ નાના ભૂલકાઓ લઈને રેલીમાં જોડાઈ હતી.

એફઆરસીને ફરિયાદ કરી

વાલીઓ એફઆરસી કમિટી પાસે ગયા હતા. વાલીઓએ રજૂઆત કરી હતી કે, શાળા દ્વારા 42થી 45 ટકા જેટલા ફી વધારો કરાયો છતાં ડોનેશન પેટે પણ મોટી 80 હજાર જેટલી રકમ વસુલવામાં આવી છે. વાલી હેતુલ શાહે જણાવ્યું હતું કે શાળા દ્વારા મોટી ફી વસુલવા છતાં પણ પરીક્ષાની સપ્લીમેન્ટ્રીનો ચાર્જ વસુલવામાં આવે છે, બેંચ અને પંખા સહિતની મુળભૂત સુવિધાઓ પણ  પુરતી નથી. આ બધાં મુદ્દા  આધારિત એક ફરિયાદ એફઆરસીને કરતાં એફઆરસીએ વાલીઓ પાસે પુરાવા માંગીને આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. વાલીઓએ આજે બુધવારે શાળામાં વિદ્યાર્થીઓને ન જવા માટે અપીલ કરવામાં આ‌વી છે.

એફઆરસી ઝોન પ્રમાણે વાલી મંડળ બનાવવા આહવાન

એફઆરસી દ્વારા જાહેર કરાયેલી ફી બાદ કેટલીક શાળાઓની ફીમાં વધારો થયો છે. ત્યારે શાળા સંચાલકો સામે લડત આપવા માટે સુરત એફઆરસી ઝોન પ્રમાણે વાલી મંડળની રચના કરવા માટે વાલીઓની બેઠકમાં આહવાન  કરાયું છે.તારગામમાં સ્થિત લક્ષ્મીકાંતીની વાડીમાં ગજેરા વિદ્યાલયના વાલીઓની બેઠક મળી હતી. જેમાં દરેક વિસ્તારમાં વાલી મંડળ‌ બનાવવા માટેનું આહવાન કરાયું હતું. વાલી અગ્રણી મિતુલ ગઢિયાએ જણાવ્યું હતું કે, સુરત એફઆરસી ઝોનમાં આવતી  તમામ શાળાઓના વાલીઓએ મંડળ બનાવવાનું નક્કી કરાયું છે.