તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શટર ઉંચા કરી ચોરી કરી ગેંગનો ત્રાસ, યોગીચોક વિસ્તારમાં ત્રણ દુકાનોમાં હાથ ફેરો કર્યો, CCTV

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા - Divya Bhaskar
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા
 • ચોરી કરતી ગેંગના ત્રાસથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો
 • ત્રણ દુકાનોને નિશાન બનાવી રોકડ રૂપિયા 47 હજારની ચોરી

સુરતઃ વરાછા, કાપોદ્રા અને અમરોલીમાં શટર ઉંચા કરી ચોરી કરતી ગેંગના ત્રાસથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શુભમ ડોક્ટર હાઉસ બાદ શટર ઉંચા કરી ચોરી કરતી ટોળકીએ યોગીચોકની શિવ દર્શન સોસાયટીની ત્રણ દુકાનોને નિશાન બનાવી રોકડ રૂપિયા 47 હજાર ની ચોરી કરી ભાગી ગયા હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગ ફરી એકવાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસની પેટ્રોલિંગ અને તપાસ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ
સાગરભાઈ જયંતીભાઈ પાનસુરિયા (ફરિયાદી) એ પોલીસને જણાવ્યું હતું કે, શિવ દર્શન સોસાયટીમાં તેમની 3 દુકાનના તાળાં માત્ર 5 કલાકની અંદર જ તૂટ્યા છે. આઈસ્ક્રીમ અને મેડિકલ સ્ટોર સહિત ત્રણ દુકાનમાંથી તસ્કરો માત્ર રોકડ રૂપિયા જ લઇ ગયા છે. જોકે, ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ છે. ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ મુલાકાત લઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો