તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉધનામાં ભેંસ લઈ જતાં યુવકને રસ્તામાં આંતરી માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ પલસાણાના બલેશ્વરથી ટેમ્પોમાં બે ભેંસ ભરીને સુરત આવતા ટેમ્પો ડ્રાઇવર અને ક્લીનરને ઉધનામાં અજાણ્યાઓએ આંતરીને માર માર્યો હતો. આ બાબતે અજાણ્યાઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. સગરામપુરા સિંધીવાડમાં રહેતો મોહમંદ જાકિર મોહમદ અસલમ જરીવાલા ટેમ્પો ડ્રાઇવર છે. શનિવારે મોડી સાંજે પલસાણા પાસે બલેશ્વરથી ટેમ્પોમાં બે ભેંસ ભરીને સચીન થઈને સુરત આવતો હતો. સાથે ક્લીનર પણ હતો. ઉધનામાં દક્ષેશ્વર મંદિર પાસે અજાણ્યાઓએ હાથનો ઇશારો કરીને ટેમ્પો ઉભો રાખવા કહ્યું હતું. મોહમદ જાકિરે ટેમ્પો ઉભો નહીં રાખ્યો હતો. ત્યાર બાદ એક કારમાં કેટલાક અજાણ્યાઓએ ટેમ્પોનો પીછો કર્યો હતો. ઉધના સિટિઝન કોલેજ પાસે કાર ટેમ્પોના આગળ રાખીને ટેમ્પો થોભાવ્યો હતો. ત્યારે ડ્રાઇવર અને ક્લીનરને માર માર્યો હતો. ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો અને પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...