તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધનામાં યુવકે લગ્નની લાલચે દુષ્કર્મ આચરતાં કિશોરી ગર્ભવતી બની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
  • કિશોરીને બે મહિનાનો ગર્ભ રહિ ગયાનું સામે આવ્યું
  • પોલીસે પોસ્કો અને દુષ્કર્મના ગુના અંતર્ગત ફરિયાદ નોઁધી

સુરતઃઉધના વિસ્તારમાં સગીર વયની કિશોરી સાથે ઓળખીતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની લાલચ આપીને કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી કિશોરીને બે માસનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ ઉધના પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘરે આવીને બળજબરી કરી
ઉધના વિસ્તારમાં રહેતી કિશોરી સાથે તેના ઓળખીતા અને કીમમાં રહેતા તથા મૂળ યુપીના જોનપુરના નરેન્દ્ર યાદવે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી નરેન્દ્ર યાદવે કિશોરીના ઘરે આવી લગ્ન કરવાની લાલચ આપી કિશોરી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જેથી કિશોરીને બે માસનો ગર્ભ રહી ગયો હતો.જેથી કિશોરીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે પોસ્કો સહિત દુષ્કર્મની કલમ લગાવીને વધુ તપાસ હાથ ધરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો