વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી 11 ઓક્ટોબરે યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનેટ સભ્યો દ્વારા રજૂઆત કરાઈ હતી - Divya Bhaskar
સેનેટ સભ્યો દ્વારા રજૂઆત કરાઈ હતી
  • ABVP દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી
  • દક્ષિણ ગુજરાતની 300થી વધુ કોલેજોમાં ચૂંટણી યોજાશે

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈ એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી ન કરવા લગભગ તમામ કોલેજોના આચાર્યના દબાણ વચ્ચે  યુનિવર્સિટીમાં બેઠક શરૂ થઈ હતી. જેમાં કુલપતિ દ્વારા 11 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજવા અંગે જણાવવામાં આવ્યું હતું.

રજૂઆત બાદ નિર્ણય લેવાયો
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી ન કરવા લગભગ તમામ કોલેજોના આચાર્યના દબાણ વચ્ચે  યુનિવર્સીટીમાં બેઠક શરૂ થઈ હતી. જેમાં સેનેટ સભ્યો દ્વારા કોલેજોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી 11 ઓક્ટોબરે કરવાની રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 11 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે. યુનિવર્સિટી સંલગ્ન દક્ષિણ ગુજરાતની 300થી વધુ કોલેજોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે.સેનેટ સભ્ય કિરણ ધોધારી, વિનોદ ગજેરા, કેતન દેસાઈ, સંકેત શર્મા અને કનુ ભરવાડની રજૂઆત બાદ કોલેજોમાં વિદ્યાર્થી સંધની ચૂંટણી 11 ઓક્ટોબરે કરવાની રજુઆત ગ્રાહ્ય રાખી

અન્ય સમાચારો પણ છે...