તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકોને અપાતા કિલોફેટના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધના કિલોફેટ દીઠ ભાવ વધતાં પશુપાલકો રાહત અનુભવી રહ્યા છે(પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતીકરણ માટે) - Divya Bhaskar
દૂધના કિલોફેટ દીઠ ભાવ વધતાં પશુપાલકો રાહત અનુભવી રહ્યા છે(પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતીકરણ માટે)
  • પશુ દાણમાં ભાવ વધ્યા બાદ ફેટના ભાવ વધારાયા
  • ભેંસના દૂધના 685ની જગ્યાએ 690 રૂપિયા કરાયા

સુરતઃજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા મંડળીઓ થકી પશુપાલકોને અપાતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોને અપાતા દૂધના ભાવમાં કિલોફેટ દીઠ રૂપિયા પાંચનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી અમલી થશે.દાણના ભાવ વધ્યા બાદ દૂધના ભાવમાં વધારો કરાતાં પશુપાલકોએ રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.

કિલો ફેટ દીઠ 690 રૂપિયા ચુકવાશે
અગાઉ ડેરી દ્વારા પશુપાલકોને ભેંસના દૂધા કિલો ફેટ દીઠ રૂપિયા 685 ચુકવવામાં આવતાં હતાં જ્યારે હવે નવો ભાવ વધારો અમલી થતાં 690 રૂપિયા ચુકવવામાં આવશે. બીજી તરફ ગાયના કિલો ફેટ દીઠ 665 રૂપિયા ચુકવવામાં આવતાં હતા જેમાં હવે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવતાં હવે 670 રૂપિયા ચુકવવામાં આવશે. મહત્વપૂર્ણ છે એક થોડા સમય અગાઉ જ ગાયના દૂધના કિલો ફેટ દીઠ 20 રૂપિયા વધારો કરવામાં આવેલો પરંતુ તેના થોડા દિવસોમાં દાણની કિંમતો વધતાં પશુપાલકોને કોઈ લાભ મળ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...