સીબીએસઈ ધો.10માં વિદ્યાર્થીના થિયરી અને પ્રેક્ટિકલના મળીને 33% હશે તો પણ પાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફાઈલ તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક ફાઈલ તસવીર
  • 20% પ્રશ્નો બહુવિકલ્પ પ્રકારના હશે

સુરતઃસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ-10 અને 12ની પરીક્ષાની પેર્ટનની સાથે માર્કિગ સિસ્ટમમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ-12માં પાસ થવા માટે 33 % લાવવાના રહેશે અને ધોરણ-10માં પ્રેક્ટિકલ અને થિયરીના મળીને 33% માર્ક લાવવાના રહેશે.

26 માર્ક લાવવાના રહેશે
ધોરણ-12માં પ્રેક્ટિકલ, થિયરી અને ઇન્ટરનલના અલગ અલગ 33 % માર્ક લાવવાના રહેશે. આમ, ધોરણ-12માં વિદ્યાર્થીઓએ થિયરી, પ્રેક્ટિકલ અને ઇન્ટરનલમાં પાસ જવું ફરજિયાત રહેશે. આ વાતને ઉદાહરણથી સમજીયે તો, ધો.10માં કોઈ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ અને થિયરીના મળીને 33 % થઈ જતાં હોય તો તે પાસ ગણાશે. પણ ધો.12માં પ્રેક્ટિકલ, થિયરી અને ઈન્ટરનલ એસેમેન્ટના મળીને 33 ટકા થતા હોય અને આ ત્રણેય પૈકી ગમે તે એક કે વધુમાં વધુ પાસિંગ માર્ક આવતા ન હોય તો તેને પાસ જાહેર નહીં કરાય. ઉપરાંત ધો.12માં 70 ગુણની પરીક્ષામાં પાસ થવા માટે 23 ગુણ અને 80 ગુણની પરીક્ષામાં પાસ થવા માટે 26 માર્ક લાવવાના રહેશે તેવી પણ સ્પષ્ટતા કરાય છે. આ જ મામલે બોર્ડે શાળાઓને માર્ગદર્શિકા મોકલી છે. તે સાથે શાળામાં લેવાનારી એક્ઝામ પણ આ જ પેર્ટનથી લેવાનો આદેશ કર્યો છે.