તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીઝન ફીડબેકના 1500 માર્કસ મેળવવા સુરતીજનોની ભાગીદારી મહત્ત્વની

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • સુરતને દેશમાં નંબર વન બનાવવા શહેરીજનોએ પોતાની લાગણી વ્યક્ત કરવાનો સમય
 • સુરતીજનો વધુમાં વધુ SS2020 VoteForYourCity App, સિટીઝન ફિડબૅક વેબસાઈટ પર 7 પ્રશ્નોના પૉઝિટિવ પ્રતિભાવો આપે

સુરતઃ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માં સુરતને ગત વર્ષે છેક 14મો ક્રમ મળ્યો હતો ત્યાંથી આગળના ક્રમે વધારી નંબર વન અપાવવા માટે નાગરીકોના પ્રતિભાવો (સીટીઝન ફીડબેક)ના 1500 માર્કસ નિર્ણાયક રહેતાં હોય અતિ મહત્ત્વના પુરવાર થશે. સુરતને દેશમાં ફસ્ટ ક્રમે લાવવા લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરવાનો આ સમય આવ્યો છે. 

ફિડબેક આપવા બંછાનિધી પાનીની અપીલ
ઈન્દોર સિટી છેલ્લા ત્રણ વર્ષથી સતત નંબર વન રહેવા પાછળ સિટીઝન ફિડબૅક જ મહત્ત્વનું રહ્યું હોય સુરતીજનો વધુમાં વધુ SS2020 VoteForYourCity App, સિટીઝન ફિડબૅક વેબસાઈટ પર 7 પ્રશ્નોના પૉઝિટિવ પ્રતિભાવો અચૂકપણે આપે તેવી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતીજનોએ 1500 માર્કસ માટે પોતાની ભાગીદારી પુરવાર કરી પોતાનો અહમ રોલ અદા કરવો જોઈએ. એક સમય એવો પણ હતો જ્યારે દેશભરના મોટા શહેરો આપણા સુરતને જોવા માટે આવતાં હતાં, પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનથી લઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ખજોદ ડિસ્પોઝલ સાઈટો સહિતના પ્રોજેક્ટોની વિઝિટો લેવામાં આવતી હતી એટલું જ નહીં સ્વચ્છતા અંગે પણ ગુણગાન ગવાતા હતાં, પરંતુ આપણા એ જ નંબર વન શહેરે પછડાટ ખાધો તેનું મનોમંથન કરાવું જોઈએ. પાલિકા પણ તેથી તમામ તરફી યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે લોકોએ હવે પોતાના પૉઝિટિવ પ્રતિભાવો આપવાનો સમય આવ્યો છે.   
ફિડબેકમાં હજી 5માં ક્રમે ચાલતી પાલિકાઃ સમગ્ર ભારતમાં જે શહેરો મહત્તમ ભાગ લઈ ફિડબૅક આપશે તેવા શહેરોને અલગથી સ્વચ્છતા સર્વેક્ષણ 2020 ઍવૉર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ સુરત શહેર પાંચમાં ક્રમે ચાલી રહ્યું છે સોમવારે સાંજ સુધીમાં 77,986 ફિડબૅક મળ્યા છે. પ્રથમ ક્રમે વિશાખાપટ્ટનમ 1,48,392 ફિડબૅક સાથે ચાલી રહ્યું છે ત્યાર બાદ બીજા ક્રમે કાનપુર 99,391, ત્રીજા ક્રમે આગ્રા 91,388 અને 85,914 ફિડબૅક સાથે ચોથા ક્રમે વિજયવાડા ચાલી રહ્યું છે.    

2016 થી શરૂ કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણની 2019 સુધીના ચાર વર્ષની સ્થિતિ 
2016 - 73 સિટી, ફસ્ટ રેન્ક મૈસુર, બીજુ ચંદીગઢ, ત્રીજુ તીરૂચિરાપલ્લી અને સુરત છઠ્ઠા ક્રમે આવ્યું હતું. 7 માં ક્રમે રાજકોટ, 13 માં ક્રમે વડોદરા, 14 માં ક્રમે અમદાવાદ.
2017 - 434 સિટી, ફસ્ટ રેન્ક ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ વિશાખાપટ્ટનમ અને ચોથા ક્રમે સુરત આવ્યું હતું, 10 માં ક્રમે વડોદરા, 14 માં ક્રમે અમદાવાદ, 18 માં ક્રમે રાજકોટ.
2018 - 4203 સિટી વચ્ચે, તેમાં (1 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં 100 સીટી વચ્ચે) ફસ્ટ ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ ચંદિગઢ, 12 અમદાવાદ, 14 સુરત, 35 રાજકોટ, 44 વડોદરા
2019 - 4203 સિટી વચ્ચે, તેમાં (1 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં 100 સીટી વચ્ચે) ફસ્ટ ઈન્દોર, બીજુ અંબીકાપુર, ત્રીજુ મૈસુર, 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, 9માં રાજકોટ, 14 મા સુરત, 79 ક્રમે વડોદરા  

2020માં 10 લાખથી વધુ વસ્તીવાળા 53 શહેરો વચ્ચે સ્પર્ધા
1 લાખ સુધીની વસ્તીવાળી ત્રણ કેટેગરી 

 • 25 હજાર વસ્તીવાળા 2222 ગામો
 • 25 થી 50 હજારમાં 969 ગામ
 • 50 થી 1 લાખમાં 546 ગામો.

1 લાખથી વધુ વસ્તીવાળા સિટીની બે કેટેગરી
1 લાખ થી 10 લાખ સુધીના 436 સિટી અને નવી કેટેગરી 10 લાખથી વધુ વસ્તીવાળા 53 દેશના મોટા શહેરો વચ્ચે સ્પર્ધા.

પાલિકાએ ક્વાર્ટર-1-2માં મેળવેલા માર્કસ

ક્વાર્ટર 1 ક્વાર્ટર 2
શહેર ક્લેમ માર્ક્સ મળ્યા માર્ક્સ રેન્ક ક્લેમ મળ્યા રેન્ક
સુરત 1736 1497.2 3 1615 1245 20
રાજકોટ 1713 1442 5 1920.5 1592.62 2
અમદાવાદ 1643 1406 7 1766.13 1468.95 6
વડોદરા 1436.45 1108.12 21 1828 1514.51 4

જાન્યુઆરીમાં મુખ્ય સરવે 4500 માર્કસનું હાથ ધરાશે - જાન્યુઆરીમાં તારીખ 4 થી 31 સુધી સરવે ચાલશે તેમાં, ડાયરેક્ટ ઓબ્ઝરવેશનના 1500 માર્કસ, બીજા 1500 માર્કસ સર્ટીફિકેશનમાં ગાર્બેજ ફ્રી સિટી(જીએફસી)ના -1000 અને ઓડીએફ ડબલ પ્લસ, 7 સ્ટાર  વોટર પ્લસના 500 તથા મહત્ત્વના સિટીઝન ફિડબેકના 1500 માર્કસ છે. આમ, કુલ 4500 માર્કસનું સરવે થશે. જ્યારે ક્વાર્ટર-1-2 અને 3ના એવરેજ રેન્કના 200 માર્કસ તથા સર્વિસ લેવલ પ્રોગ્રેસ (છ પેરામિટર્સ)ના 1300 મળી કુલ 1500 માર્કસ છે. એમ, કુલ 6 હજાર માર્કસ પર સ્વચ્છતા સર્વેક્ષણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો