તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલ આરટીઓ ત્રણ રસ્તા પર બેંકનું એટીએમ તોડતો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એટીએમનું લોક તોડતા જ સાયરન વાગ્યુને આરોપી ઝડપાયો
  • આરોપીએ એટીએમને 10 હજારનું નુકસાન પહોંચ્યું હતું

સુરતઃઅડાજણ પાલ આરટીઓ ત્રણ રસ્તા પર જાહેરમાં આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો. જો કે આરોપી રૂપિયા લઈને નાસે તે અગાઉ જ પોલીસના હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે એટીએમ ચોરીની કોશિષ અને નુકસાનીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈ ઓફિસે જાણ થઈ ગઈ
પોલીસ સ્ટેશનથી મળતિ વિગતો મુજબ ડુમસ રોજ પર આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતાં મૂળ નેપાળના વતની મહેશ શ્રીરામજતન બીરાજે યાદવ (ઉ.વ.આ. 22)ના એ આરટીઓ ત્રણ રસ્તા પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને રેકી કરી નીશાને લીધું હતું. રાત્રીના 12 વાગ્યા આસપાસ એટીએમ તોડતી વખતે એક હુટર મુંબઈની ઓફિસમાં વાગ્યું હતું. જેથી સીસીટીવી વગેરે મેઈન્ટેન્સનું કામ કરતીં કંપનીએ સુરતના પોતાના કર્મચારીને આ અંગે જાણ કરી હતી.જેથી તાત્કાલિક પેટ્રોલિંગ કરતી પોલીસ શંકાસ્પદ હિલચાલના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો.