મિત્રના લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનો મોબાઇલ ફોન ઝુંટવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરમ માટે - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરમ માટે
  • રીક્ષાની સાથે બાઇક ચલાવતા બે શખ્સો ચાલુ રીક્ષાએ ફોન ખેંચી લીધો

સુરતઃમિત્રના લગ્નમાં હાજરી આપવા રાત્રે સુરત આવેલા વડોદરાના યુવાનના હાથમાં રહેલો મોબાઇલફોન ચાલુ રીક્ષાએ બાઇક સવાર ઝૂંટવી ગયાનો બનાવ બન્યો છે.વડોદરા બાપોદ સ્થિત એકદંત ડુપ્લેક્સમાં રહેતા દર્શન મનસુખ દેસાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દર્શનના મિત્રના લગ્ન હોવાથી તા.12મીના રોજ રાત્રે તે ટ્રેન મારફતે સુરત આવ્યો હતો. રાત્રે સાડા દસેક વાગ્યે સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ દર્શન રીક્ષામાં બેસીને કાપોદ્રા ખાતે રહેતી બહનેના ઘરે જવા નીકળ્યા હતો.દરમિયાનમાં કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ પાસે રીક્ષાની સાથે બાઇક ચલાવી રહેલા બે શખ્સોએ દર્શનના હાથમાં રહેલો રૂ.20 હજારની કિંમતનો મોબાઇલ ફોન ઝુંટવીને નાસી ગયા હતા.