તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃવિશ્વ માટે ખતરનાક સાબિત થઈ રહેલા કોરોના વાઈરસનો ભય ભારતમાં પણ ફેલાયો છે. સુરતમાં કોરોના વાઈરસના ભય વચ્ચે માસ્કના ત્રણથી ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. 10 રૂપિયાના સાદા માસ્કના 30થી 40 રૂપિયા ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. મેડિકલ સ્ટોરના વેપારીઓ કહે છે કે, ખરીદી જ મોંઘી બની ગઈ છે માસ્કની એટલે સ્ટોક ખલાસ થઈ જાય પછી વેચાણ જ બંધ કરી દેવાનું છે. બીજી તરફ માસ્ક વિક્રેતાઓ દ્વારા કાળાબજારી કરી માસ્કના ભાવની લૂંટ ચલાવવા અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અનેક સવાલો ઉભા થયાં છે.
સાદા માસ્કની વધતી માંગ
કોરોના વાયરસના ભયની અસર સુરતમાં પણ દેખાય રહી છે. મોટી સંખ્યામાં લોકો આવા જીવલેણ વાઇરસથી બચવા માસ્ક ખરીદવા જઈ રહ્યા હોવાથી ઉધાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ પર કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા માસ્કના ભાવ અસામને જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે માસ્કના ભાવ વધવાનું કારણ માસ્કની અછત છે. જોકે ભાવ વધારા પાછળ ડિસ્ટ્રીબ્યુટોર દ્વારા ખેલ પાડવામાં આવી રહ્યો હોવાની વાત બહાર આવી રહી છે. માસ્કની અછત હોવાની માર્કેટમાં વાત ફેલાવી બેફાર્મ લૂંટ કરી રહયા હોવાનું બહાર આવ્યું છે. કેટલાક લોકોએ તો સરકાર સામે રોષ વ્યકત કરી ડિસ્ટ્રિબ્યુટ્ર પર નિયંત્રણ લાવું જોઈએ એવી વાત પણ નામ ન જણાવવાની શરતે કહી હતી.
માર્કેટમાંથી માસ્ક ગાયબ
માસ્ક અચાનક માર્કેટમાંથી ગાયબ કેવી રીતે થઈ ગયા એવા પ્રશ્નો ઉભા કર્યા હતા.એક મેડિકલ સ્ટોરમાં માસ્ક ઉપલબ્ધ નહોતા. તેમણે એક લાખ માસ્કનો ઓર્ડર આવ્યો હતો એવું કહેતા ઉમેર્યું કે, રાજસ્થાનથી માસ્ક માંગવા પડશે. માસ્ક ક્યાં ગયા તે અંગે મેડિકલ સ્ટોરના માલિકો જણાવી રહ્યા હતા કે, ડિસ્ટ્રિબ્યુટર માલ હવે મોંઘો આપી રહ્યા છે,મતલબ ખેલ મેડિકલ સ્ટોર કરતા વધારે ડિસ્ટ્રિબ્યુટર કરી રહ્યા છે. હાલ એક બાબત સ્પષ્ટ છે કે, કોરોનાના ભય વચ્ચે માસ્કની કાળાબજારી થઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.