તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌથી વધુ દાવા અરજીઓ સમૃદ્ધિ અને મૈત્રીય કંપનીમાં રોકાણ કરનારાની આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર કચેરીની બહાર સુધી લાઇન લાગી હતી - Divya Bhaskar
કલેક્ટર કચેરીની બહાર સુધી લાઇન લાગી હતી
  • કલેક્ટર કચેરીના પ્રાંગણ સુધી ભોગ બનનારાઓની લાંબી કતારો જામી
  • અરજદારો પાસેથી દાવા અરજી સ્વીકારવાની અંતિમ તા. 7 સપ્ટેમ્બર

સુરતઃ એકના ડબલની લોભામણી લાલચમાં હજારોની સંખ્યામાં રોકાણકારો ઠગ કંપનીઓનો ભોગ બન્યા હતા. જેઓ સામે ગુના દાખલ થયા બાદ સરકાર પણ આ કંપનીની સંપત્તિ જપ્ત કરી તેની હરાજી કરી ભોગ બનનાર રોકાણકારોને તેની મુડી પરત કરવા માટે આગળ આવી છે ત્યારે ભોગ બનનાર રોકાણકારો પાસે દાવા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં મંગળવારે સૌથી વધુ દાવા અરજીઓ સમૃદ્ધિ અને મૈત્રીય કંપનીમાં રોકાણ કરનારાઓની આવી હતી.

કલેકટર કચેરીના પ્રાંગણ સુધી લાંબી કતાર લાગી
પ્રાપ્ત વિગત મુજબ, ખૂબ જ ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાની લોભામણી જાહેરાતો આપી લોકોને પોતાની જાળમાં ફસાવી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી રાતો રાત  તાળા મારી ફરાર થઈ ગયા હતા. જે ચીટ કંપનીઓ સામે ગુના દાખલ થયા બાદ ભોગ બનનારાઓની રકમ પરત મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે. જેના ભાગ રૂપે સુરત કલેકટર કચેરી ખાતે તા. 23 ઓગસ્ટથી દાવા અરજીઓ સ્વીકારવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે માટે 35 ટેબલ પર 80 તલાટી અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓને તૈનાત કરાયા હતા. અગાઉ કુલ 18202 અરજીઓ આવી ચુકી હતી. જયારે આજે મંગળવારે વધુ 5243 દાવા અરજીઓ આવી હતી. જેમાં સૌથી વધુ સમૃદ્ધિ અને મૈત્રીય કંપનીના રોકાણકારો હતા. દક્ષિણ ગુજરાતમાંથી રોકાણકારો ઉમટતા કલેકટર કચેરીના પ્રાંગણ સુધી લાંબી કતાર લાગી હતી. આજની અરજીઓ સાથે કુલ 23445 દાવા અરજીઓ અત્યાર સુધીમાં આવી ચુકી છે. દાવા અરજી સ્વીકારવાની અંતિમ તા. 7 સપ્ટેમ્બર છે.