સુરત / વેસુ વિસ્તારમાં બેંક ઓફ બરોડાના ATMમાં આગ લાગી, મશીન, AC બળીને ખાખ

શોર્ટ સર્કિટથી આગ લાગી હતી
શોર્ટ સર્કિટથી આગ લાગી હતી

  • શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી
  • વાયરીંગ, એસી સહિતની વસ્તુઓ ખાખ

Divyabhaskar.com

Nov 17, 2019, 05:12 PM IST

સુરતઃ વેસુ રોડ પર આવેલા બેંક ઓફ બરેડાના એટીએમમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, એટીએમ મશીન, એસી સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો

મળતી માહિતી પ્રમાણે, વેસુ રોડ પર આવેલા વિજયા લક્ષ્મી હોલ પાસે ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક ઓફ બરોડાનું એટીએમઆવેલું છે. આજે એટીએમમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર જવાનો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગના પગલે એટીએમ મશીન, વાયરીંગ, એસી સહિતની વસ્તુઓ ખાખ થઈ ગઈ હતી.

X
શોર્ટ સર્કિટથી આગ લાગી હતીશોર્ટ સર્કિટથી આગ લાગી હતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી