સુરત / જન્મેલી દીકરી પોતાની ન હોવાના વહેમમાં પત્નીની હત્યા કરી અન્ય સાથે લગ્ન કરનાર આરોપી 8 વર્ષે ઝડપાયો

પત્નીની હત્યા કરી અન્ય સાથે સંસાર માંડનાર આરોપીને પોલીસે ઓડિશાથી ઝડપી લીધો હતો.

  • 2012માં પત્નીની હત્યા કરી આરોપી નાસી ગયો
  • આઠ માસની દીકરી હાલ અનાથાશ્રમમાં રહે છે

Divyabhaskar.com

Feb 15, 2020, 03:07 PM IST

સુરતઃ2012માં કતારગામ ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં ગળુ દબાવી પત્નીની હત્યા કરનારા પતિની ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાથી ધરપકડ કરી છે. આરોપીએ આઠ માસની બાળકી સામે ગળુ દબાવી હત્યા કરી ઓડિશા ભાગી જઈને બીજા લગ્ન કરી લીધા હતા.

મૃતકને ભગાડી સુરત આવ્યો હતો

હેડ કોન્સ્ટેબલ શબ્બીર અકબરને બાતમી મળી હતી કે આઠ વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર આરોપી હાલ ઓડિશાના બાભનપુર ખાતે રહે છે. જેથી ક્રાઈમબ્રાન્ચ ઓડિશા જઈ હત્યારા પતિની ધરપકડ કરી હતી. આરોપી કાલુચરણ હાડુબંધુ ગૌડ (ઉ.વ 31)ની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આઠેક વર્ષ પહેલા ઓડિશાના મખનપુરમાં રહેતી યુવતિની ભગાડી તેણે પ્રેમલગ્ન કરીને સુરત આવ્યો હતો.

દીકરી પોતાની ન હોવાનો વહેમ હતો

કતારગામના ઉત્કલનગર ઝુપડપટ્ટીના મકાન નંબર 219 માં રહી એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. તે દરમિયાન રિન્કીને સંતાનમાં દીકરી જન્મી હતી. જોકે દીકરી પોતાની નહી હોવાની શંકા રાખી આરોપી રિન્કી સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. રિન્કી અન્ય જ્ઞાતિની હોઈ પોતાના વતન પણ લઈ જઈ શકતો ન હતો. જેથી 1 માર્ચ 2012 ના રોજ તેણે આઠ માસની બાળકી સામે ગળુ દબાવીને હત્યા કરી હતી. આઠ માસની દિકરીને એકલી મુકીને પોતે પોતાના વતન ઓડિશા ભાગી ગયો હતો. એક વર્ષની અંદર તેણે બીજા લગ્ન કરી બાભનપુર ગામ ખાતે પોતાના મામા અને માસાના ઘરે રહી કડિયાકામ કરતો હતો. હાલ આરોપીની આઠ વર્ષની બાળકી અનાથાશ્રમમાં રહે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી