તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી અને બારડોલીમાં રખડતા કૂતરાઓનો આતંક,3 વૃધ્ધા સહિત 6ને કરડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૂતરાં કરડી જતાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
કૂતરાં કરડી જતાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યાં હતાં.
  • માંડવીના પાતળ ગામના વૃધ્ધાનું મોત
  • વૃધ્ધાનું હાડકા બહાર કાઢી નાખ્યા હતા

સુરતઃ માંડવી અને બારડોલીમાં રખડતા કૂતરા કરતાં 3 વૃધ્ધા સહિત 6ને કરડી જતાં હોસ્પિટલ લઈ જવાયા હતાં. શુક્રવારે ખેતરે થી ઘરે આવતી વખતે રસ્તે કુતરાઓ એ ઘેરો કરી હુમલો કરી દીધો હતો. કુતરાઓ એ વૃદ્ધા રાજુબેનના બન્ને હાથ અને પગ ના હાડકા બહાર કાઢી નાખ્યા હતા. ઘટનાની જાણ બાદ દોડી ગયેલા ગામજનોને રાજુબેન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેથી તેમને પ્રથમ નજીકની હોસ્પિટલ બાદ દીકરી સવિતા સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા મૃત જાહેર કરાયા હતા.

મહિલાને પગે બચકા ભર્યા
મોડી રાત્રે (શુક્રવાર) આજ ગામના સવિતા બેન મોહનભાઇ ગાવીત ઉ.વ. 60 પોતાના ઘર બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે અચાનક કૂતરાએ હુમલો કરી સવિતા બેનના બન્ને પગે બચકા ભરતા લોકો ભેગા થઈ ગયા હતા. સવિતા બેનને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ પછી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે

બારડોલીના મોરી ગામે કૂતરાંનો ત્રાસ
બારડોલીના મૉરી ગામ (ઉછેલ) માં રહેતા અને ખેત મજુરી કામ કરતા એક જ ફળિયાના ભાવનાબેન રાજુભાઇ હળપતિ ઉ.વ. 40, લક્ષ્મી બેન શિવાજી હળપતિ ઉ.વ. 65, રાજુ રામુ હળપતિ ઉ.વ. 28 અને નવીન સોમાભાઈ હળપતિ ને આજે રખડતું કૂતરું કરડ્યા બાદ ભાગદોડ મચી ગઇ હતી. ગામ ના આ ચારેય વ્યક્તિઓ ને કૂતરું કરડ્યા બાદ ગામમાં ભય નો માહોલ ઉભો થયો છે. જોકે કૂતરું હડકાયેલું હોવાનું જાણવા મળતા ચારેય ગામવાસીઓ ને સુરત સિવિલ હોસ્પિટલ હડકવાની રસી માટે રીફર કરાયા હતા.