તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં 35 વર્ષ સુધી યોગદાન આપી ભાજપમાં જોડાયેલા તેલંગાણાના પી સુધાકર રેડ્ડીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી સુધાકર રેડ્ડી સુરતની મુલાકાતે આવ્યા હતા - Divya Bhaskar
પી સુધાકર રેડ્ડી સુરતની મુલાકાતે આવ્યા હતા
  • કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભેગી થઈ ટાર્ગેટ નરેન્દ્ર મોદી અને અમિત શાહને કરી રહ્યાં છેઃ રેડ્ડી
  • PM મોદી 2019-20માં નંબર વન છે એ યોગદાન બીજી અન્ય પાર્ટીઓને ગમતું ન હોય એ સાબિત થાય છેઃ રેડ્ડી

સુરતઃ 35વર્ષ સુધી કોંગ્રેસમાં યોગદાન આપી ભાજપમાં જોડાનાર તેલંગાણા ભારતીય જનતા પાર્ટીના કમિટી મેમ્બર પી સુધાકર રેડ્ડી સુરતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનું કામકાજ કેવું છે એ મને ખબર છે. કોંગ્રેસ પાર્ટી પોતાની વાતો કરીને ભૂલી જાય છે.

કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભેગી થઈ ગઈ છે
પી સુધાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા સતત 35 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીમાં મારું યોગદાન રહ્યું છે. સબ કા સાથ સબ કા વિકાસ એમના નતૃત્વ હેઠળ હું ચૂંટણી પહેલા માર્ચ 31 સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે  વર્ષોથી દેશમાં જે સમસ્યાઓ હતી જેમકે 37 આર્ટિકલ કાશ્મીરથી નાબૂદ કરી ત્યાં શાંતિનો માહોલ બનાવ્યો છે. અયોધ્યા કેસ, ટ્રિપલ તલાકનો મુદ્દો આજ રીતે એક ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં એક મિડલ ક્લાસથી આવતા ચાની લારી ચલાવી પોતાના દેશને જ પોતાનું પરિવાર સમજી દેશના હિત માટે કામ કરતા આવ્યા છે. પણ કેટલીક વિરોધી પાર્ટીઓ પોતાની પાર્ટીને આગળ લાવવા માટે મંથન કરી રહ્યા છે. તાજેતરના ઉદાહરણ કહીં એ તો મહારાષ્ટ્રમાં હાલ જે ચૂંટણી ગઈ એમાં ભાજપનો પણ સાથ હતો પણ શિવસેનાએ છેડો ફાડી અલગ પાર્ટીઓ સાથે સતા બનાવી ભાજપને વિકાસની આગેકૂચ કરતા અટકાવ્યું છે. ચૂંટણી પહેલા એ જ પાર્ટી આ જ મુદ્દે (NRC, CAA)સમર્થન કરતી હતી અને હવે સતામાં આવવાથી વિરોધ કરી રહી છે. 

2003માં UPAની સરકારમાં સીટીઝન એક્ટનું બિલ લોકસભા અને રાજ્યસભામાં મૂક્યું હતું
વધુમાં જણાવ્યું હતું કે, સીટીઝન એક્ટ ભારતમાં સ્થાઈ બહારના લોકોને જેમકે, ઇસ્લામિક દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફઘાનિસ્તાન અને અન્ય બહારના વ્યક્તિઓને અહીં રહેવાની નાગરિકતા આપવાની જે વાત થઈ રહી છે અને આજ બિલ 2003માં UPAની સરકારમાં આ બિલને લોકસભા અને રાજ્યસભામાં મૂક્યું હતું. પણ કોઈ કારણો સર આ મુદ્દાને દબાવી દેવાયો હતો અને આજે દેશના ચોકીદાર ગણાતા એવા વડા પ્રધાન મોદીએ આ મુદ્દાના બિલને એજ સભામાં કોંગ્રેસ કે અન્ય પાર્ટી આ બિલને લઇ વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહીં દેશના સૌથી પહેલા રાષ્ટ્રપતિ એમણે પણ આ બિલને લઈ લોકસભામાં પોતાની વાત રજૂ કરી હતી જે તે સમયે પણ આ મુદ્દો દબાવી દેવાયો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો