તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસાડમાં પાર્કિંગમાં ઉભા રહેવા બાબતે ઝઘડામાં યુવક પર તલવારથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમે અહીં કેમ ઉભા છો કહેનારા પર તલવાર વડે હુમલો

સુરતઃકોસાડ એસએમસી આવાસમાં પાર્કિંગમાં ઉભા રહેવા બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવાનો બનાવ બન્યો છે.કોસાડ એસએમસી આવાસ બિલ્ડિંગ નં એચ-3માં રહેતો સંજય સ્વાઇ લુમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોમવારે રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાની બિલ્ડિંગના પાર્કિંગમાં મિત્ર બલરામ સાથે ઉભો હતો ત્યારે અજય પ્રધાન, મોન્ટુ પ્રધાન અને મનમોહન શેટ્ટી પાર્કિંગમાં આવીને ઉભા રહ્યા હતા. જેથી સંજયે તું અહીં કેમ ઉભો છે એમ કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને રાત્રે સંજય મિત્ર બલરામ અને ગણેશ સાથે બિલ્ડિંગની અગાસી પર સુતા હતા ત્યારે અજય અને તેના સાથીઓ આવ્યા હતા. અને તલવારના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...