તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સરકારી પરિપત્રને સુરતની માઉન્ટ મેરી મિશન સ્કૂલ ઘોળીને પી ગઈ, વાલીઓના વિરોધ વચ્ચે ધરાર સ્કૂલ ચાલુ રાખી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કૂલ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આશ્ચર્યમાં પડી ગયા
  • જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળતા નિરીક્ષકો મોકલ્યા
  • સ્કૂલ ચાલુ હશે તો સંચાલકોને નોટિસ પાઠવાશેઃ DEO

સુરતઃ વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મલ્ટીપ્લેક્સ, શાળા તેમજ કોલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે, સુરતમાં લિંબાયતની માઉન્ટ મેરી મિશન સ્કૂલ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આશ્ચર્યમાં આવી ગયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે,  સુરતમાં પંદરસો જેટલી શાળાઓને પરિપત્ર પાઠવી 29મી સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે. જોકે, લિંબાયત અંબાનગરની માઉન્ટ મેરી મિશન સ્કૂલ ચાલુ રહી હોવાની ફરિયાદ આવી છે. મારા નિરીક્ષકોને મોકલ્યા છે કંઈ પણ ખોટું થયું હોવાનું જણાશે તો સંચાલકોને નોટિસ આપી જવાબ મગાશે.

વાલીઓએ રોષ વ્યક્ત કર્યો
શાળા સંચાલકોની બેજવાબદારી બહાર આવી જતા ઉદ્દતવર્તન પર આવી ગયેલા સંચાલકોએ તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. જેને લઈ શાળાના વિદ્યાર્થીઓ મોઢે રૂમાલ મૂકી ઘર તરફ જતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાઇરસને લઈ જાગૃત રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરનાર આ શાળા સંચાલકો સામે કેટલાક વાલીઓએ પણ નામ ન લખવાની શરતે રોષ વ્યકત કર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો