તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 માર્ચ સુધી તમામ 165 માર્કેટો બંધ, મંગળવારે સ્થિતિ જોયા બાદ આગળ નિર્ણય

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ની ટેક્સટાઈલ માર્કેટ્સ અને હીરા ઉદ્યોગને કોરોનાની અસરના પગલે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરત ની ટેક્સટાઈલ માર્કેટ્સ અને હીરા ઉદ્યોગને કોરોનાની અસરના પગલે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે(ફાઈલ તસવીર)
  • વેપારીઓ આખરે સજાગ થયા, ફોસ્ટા, ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો. સહિતના સંગઠનોની મિટીંગ મળી
  • ચેમ્બરની ડાયમંડ કમિટિ અને DICFની મિટીંગ મળી
  • 23 માર્ચ સુધી ફેક્ટરી-બજારોમાં રજા: SDA

સુરતઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શુક્રવારે બપોરે ટેક્સટાઈલ માર્કેટના સંગઠનો જેવા કે ફોસ્ટા, સૌરાષ્ટ્ર ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન અને સહિત ટેમ્પો ટ્રક એસોસિએશન, લેબર એસોસિએશનની મિટીંગ મળી છે, જેમાં તા.24 માર્ચ એટલે કે મંગળવાર સુધી માર્કેટોમાં રજા રાખવાનો નિર્ણય કરાયો છે. મંગળવારે સ્થિતિ જોઈને એસોસિએશન માર્કેટ ચાલુ રાખવી કે નહીં તે અંગે નિર્ણય કરશે. આજે શનિવારે બપોરે 2 વાગ્યા સુધી માર્કેટ કાર્યરત રાખવાની પરવાનગી અપાઇ છે. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, હાલ લોકોને વેપારની જગ્યાએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા વધુ છે. જેને જોતા હાલ ટેમ્પરરી બે થી ત્રણ દિવસનું બંધ પાળવું યોગ્ય છે. જ્યારે કાપડના અગ્રણી વેપારી સંજય સરાવગી જણાવે છે કે, સંયુક્ત રીતે ભેગા મળીને હાલ કાપડ માર્કેટ બંધનો નિર્ણય લીધો છે. મંગળવાર પછી સ્થિતિ જોવામાં આવશે.

બ્રોકર્સનું 4 દિવસનું બંધ, પ્રોસેસર્સ આજે નિર્ણય લેશે
ધી સુરત યાર્ન બ્રોકર્સ એસો.ને શનિ થી મંગળ એમ 4 દિવસ 250 ઓફિસો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સા.ગુજરાત ટેક્સ. પ્રોસેસર્સ એસો. આજની પાલિકા કમિ. સાથેની બેઠક બાદ નિર્ણય લેશે.

વીવીંગમાં અમુક 29 સુધી તો કેટલીક રવિવારે જ બંધ
સચિન GIDCમાં વીવીંગ, પ્રોસેસિંગ, કેમિકલ, એન્જીનિયરિંગના 2250 એકમો રવિવારે બંધ રહેશે. તે સિવાયની સેવાઓ શુક્રવારે સાંજે 5થી બંધ કરાવી છે. 

જરીમાં કામકાજનો સમય ઘટાડવા નિર્ણય
જરી ઉત્પાદકોએ કામકાજનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે એસોસિએશનની મળેલી મિટીંગમાં કરાયેલા નિર્ણય પ્રમાણે, જરીના તમામ એકમો 31 માર્ચ સુધી સવારે 9થી સાંજે 4 સુધી ચાલશે.

કાપડ માર્કેટ બંધ રહેશે
દેશભરમાં કોરોના વાઇરસને કારણે હાહાકાર મચી ગયો છે. જેને લઈને કાપડ માર્કેટમાં રોજ હજારો લોકોની અવર-જવર થતી હોવાથી આવતીકાલ શનિવારથી મંગળવાર સુધી બજાર બંધ રાખવાનો ફોસ્ટા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે. કાપડ માર્કેટમાં અંદાજે 4 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. દેશભરમાંથી કાપડ માટે આવતાં લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. કાપડ માર્કેટ શનિવારે માત્ર બેન્કીંગ કામ માટે જ ખોલવામાં આવશે જેમાં દુકાનદાર અને જૂરીયાત પુરતા લોકો જ હશે જ્યારે ગ્રાહકો માટે માર્કેટ બંધ રહેશે. 

હીરા બજાર કારખાના બંધ રાખવા અપીલ
ચેમ્બરની ડાયમંડ કમિટી અને ડાયમંડ ઈન્ડસ્ટ્રિયલ કરિયર ફાઉન્ડેશન(ડીઆઈસીએફ)ની ચેમ્બર ખાતે મિટીંગ મળી છે, જેમાં શનિવારથી શહેરના બંન્ને હીરા બજાર મહિધરપુરા અને વરાછાને બંધ કરાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં સુરત ડાયમંડ એસોસિએશનને સમર્થન જાહેર કરતાં તા.23મી માર્ચના સોમવાર સુધી હીરા ઉદ્યોગ બંધ કરવા સૂચન કર્યુ છે. મુંબઈ બીકેસીના સેમિનાર હોલ, કોન્ફેરન્સ હોલ તથા કેન્ટીનને અમુક સમય માટે બંધ કરી દેવાયા છે. આવી સ્થિતિમાં સુરતના હીરા ઉદ્યોગમાં પણ વેકેશન રાખવા મુદ્દે થોડા દિવસો અગાઉ ડાયમંડ એસોસિએશનને મિટીંગ બોલાવી હતી. જેમાં રત્નકલાકારોના હિતના ધ્યાને લઈને સાવચેતી રાખવાની ગાઈડલાઈન જાહેર કરીને માર્કેટ યથાવત રાખવા સુચન કર્યુ હતું. જોકે, હીરા ઉદ્યોગના એક ગ્રુપ દ્વારા સાવચેતી રાખવા માર્કેટ બંધનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. કમિટીના ચેરમેન કિર્તી શાહ, વાઈસ ચેરમેન રાકેશ ગાંધી, ડીઆઈસીએફના નિલેશ બોદરા સહિતના આગેવાનોએ શુક્રવારની મિટિંગમાં હાજરી આપી હતી. જેમાં સર્વાનુમતે માર્કેટ અને ફેક્ટરીઓ બંધનો નિર્ણય કરાયો છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયાએ કહ્યું શનિ અને રવિ એમ બે દિવસ માર્કેટ અને ફેક્ટરીઓ બંધ રહે તેનુ સૂચન અમે કરી દીધું છે. સોમવારે પણ સ્થિતિ જોઈને બજારો ઉઘાડવા માટે જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...