અમદાવાદમાં બ્રેઈનડેડ જાહેર થયેલી સુરતી મહિલાએ અંગદાન કરી માનવતા મહેકાવી, બે મહિલાઓને નવજીવન મળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગદાન કરનાર ચંપાબેન મુંજાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
અંગદાન કરનાર ચંપાબેન મુંજાણીની ફાઈલ તસવીર
  • બે કીડનીઓ, લીવરનું દાન કરવામાં આવ્યું છે
  • પતિ સાથે મળી અંગદાનનો નિર્ણય કરી ચૂક્યા હતા

સુરત: સુરતના ચંપાબેન મુંજાણી તેમના અંગોનું દાન કરી માનવતા મહેકાવાનું કાર્ય કરતા ગયા છે. તો અંગદાન થકી બે વ્યક્તિઓને નવજીવન આપતા ગયા છે. સુરતના 64 વર્ષીય ચંપાબેન બેચારભાઈ મુંજાણીનું અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઇનડેડને કારણે મોત નીપજ્યું હતું. જોકે, ચંપાબેન તથા મુંજાણી પરિવારના સભ્યોની એવી  ઈચ્છા હતી કે, ચંપાબેન તેમના અંગોનું દાન કરે. જેથી તેઓ આ ભગીરથ કાર્ય કરીને બે મહિલાઓની જિંદગીઓને બચાવતા ગયા છે.

જિંદગીના અંતિમ સમયે અંગદાનનો અમલ કર્યો
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સાધના સોસિયટીમાં રહેતા ચંપાબેન બેચરભાઈ મુંજાણી ગત રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપચાર હેઠળ હતા. જ્યાં તબીબોએ તેમને બ્રેઇનડેડ થયું હોવાની સૂચના તેમના પરિજનોને આપી હતી. જેથી મુંજાણી પરિવારના સભ્યોએ અંગદાન  કરવાની તૈયારીઓ બતાવી હતી. જોકે, ચંપાબેને અંગદાન કરવાનો નિર્ણય ઘણા વર્ષો પહેલા તેમના પતિ બેચરભાઈ સાથે મળીને કર્યો હતો. અને જિંદગીના અંતિમ સમયે તેમનો આ સહયારા નિયમને અમલમાં પણ મુક્યો હતો. અને જ્યારે તેમને અંતિમ શ્વાશ લીધા તે દરમિયાન અંગ દાન કરવાનું તબીબોને જણાવ્યું હતું.

બે મહિલાને નવજીવન આપ્યું
ચંપાબેને તેમની બે કીડનીઓ, લીવર દાન કરતા ગયા હતા. તેમના આ અંગદાનથી 40 વર્ષીય નમિતાબેન અને 34 વર્ષીય અર્પિતા અભિષેક દવેને નવી જિંદગી મળી હતી. ઉલ્લેખનીય છે કે ચંપાબેન ના પરીવારમાં બે દીકરાઓ અને બે દીકરીઓ છે. તેઓ પણ તેમની માતાના આ નિર્ણય સાથે સહમત થયા હતા અને ચંપાબેન દ્રારા કરવામાં આવેલા અંગદાનથી બે વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ઉપરાંત વધુમાં મુંજાણી પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે,ચંપાબેનના અંગ કાઢવામાં 18 કલાકથી વધુનો સમય વીતી ગયો હતો જેથી તેઓ વધુ અંગદાન કરી શક્યા ન હતા અને માત્ર બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું છે.