તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના યુવકે 1.46 કેરેટના ડાયમંડને ભારતના મેપનો આકાર આપી તેના પર PM મોદીની તસવીર બનાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાયમંડને ભારતના નકશાનો શેપ આપી વડાપ્રધાનની આકૃતિ ઉપસાવી - Divya Bhaskar
ડાયમંડને ભારતના નકશાનો શેપ આપી વડાપ્રધાનની આકૃતિ ઉપસાવી
 • માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવી
 • રોજ પાંચ કલાક કામ કરીને બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો
 • ગ્લાસ પર લેસરથી તસ્વીર બનાવવા પ્રેક્ટિસ કરી
 • વડાપ્રધાનને આ હીરો ભેટમાં અપાશે

સુરતઃ સુરતના યુવક આકાશ સલીયાએ 5 વર્ષના રિસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ 3 કેરેટના હીરાને 3 મહિના સુધી કટ કરીને 1.46 કેરેટના ભારતના નકશાના આકારના હીરામાં ઢાળ્યો છે. તેના પર 3 અઠવાડિયા સુધી 4 વખત લેસર ફેરવ્યા બાદ વડાપ્રધાન મોદીની તસ્વીર અલંકિત કરી છે. ઉદ્યોગકાર આકાશ સલીયા જણાવે છે કે, હીરો ફાટી જશે તે ભય સાથે જ કામ થયું છે, 1 થી 8 એમએમના 12 ગ્લાસ પર પ્રેક્ટિસ બાદ આ હીરા પર પ્રથમ પ્રયત્ને વડાપ્રધાન મોદીની તસ્વીર બનાવી છે. આ હીરો વડાપ્રધાન મોદીને ભેટ કરાશે.

ડાયમંડમાં ભારતના નકશાનો ભાસ થતા વિચાર આવ્યો હતો
સુરતના કતારગામ ખાતે રહેતા આકાશ સલીયાએ ભારતને સોનામાં નહીં પરંતુ રીયલ ડાયમંડમાં કંડાર્યુ છે. વર્ષ 2014-15માં તેમણે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના વિદ્યાર્થીકાળમાં એક ત્રણ કેરેટના રીઅલ ડાયમંડને ભારતનો નકશો આપવાનું કામ શરૂ કર્યુ હતું. આ ડાયમંડ વિશે વાત કરતા આકાશ સલીયાએ કહ્યું કે, વર્ષ-1998માં તેના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો એ સમયે તેની કિંમત 45,000 આસપાસની હતી. 14 વર્ષ પછી એ ડાયમંડ જ્યારે મારા જોવામાં આવ્યો તો મને તેમાં ભારતના નકશાનો ભાસ દેખાયો અને એ ડાયમંડમાં ભારતનો નકશો બનાવવાનો વિચાર આવ્યો હતો અને પછી તરત તેના પર કામ શરૂ કર્યું હતું. ડેઇલી પાંચ કલાક જેટલું કામ કરીને અંદાજિત બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો. આ કામ એટલું આસાન ન હતું કારણ કે લેસર દ્વારા કામ લેવાનું હતું અને લેસર દ્વારા હીરો તૂટવાની પણ શક્યતાઓ હતી. જ્યારે ભારતના નકશા સ્વરૂપે ડાયમંડ તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું. જ્યારે નકશો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેઇફમાં મૂકી દીધો હતો. આ કામમાં નકશો તૈયાર કરતી વખતે ઘણીવખત મુશ્કેલીઓ પણ આવી પરંતુ તે વખતે  મારા મિત્ર કેયુર મિયાણીએ સહયોગ આપ્યો હતો તે મારી પડખે ઉભા રહી મદદ કરવાની સાથે મને સતત પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. 

2017માં ડાયમંડમાં કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો હતો
આકાશ સલીયાએ 2017માં ફરી ડાયમંડ સેઇફમાંથી જોવા માટે બહાર કાઢ્યો તો તેને ડાયમંડની અંદર કશુક નવું કરવાની ઇચ્છા થઇ હતી. એ સમયે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો વગેરે દેશલક્ષી કાર્યોથી પ્રભાવિત હોવાના કારણે ડાયમંડની અંદર નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફરી લેસર ઇન્સ્ક્રીપ્શન અને એક  મહિનાની મહા મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ પણ ડાયમંડમાં સ્થાપિત કરી હતી. માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી જે કામ સહેલું ન હતું કારણ કે વોલ્ટેજ અને ડેપ્થમાં એક પોઇન્ટનો પણ વધારો થઇ જાય તો આખો ડાયમંડ તૂટી જવાની શક્યતાઓ હતી. હવે આ ભારતના નકશામાં મોદી આકૃતિ જડિત ડાયમંડ તેઓ વડાપ્રધાન મોદીને જ ભેટ આપવાની ઇચ્છા ધરાવે છે. 

યુવક ડાયમંડ ઉત્પાદક અને જ્વેલરી ડિઝાઇનર છે
આકાશ સાલિયા ડાયમંડ ઉત્પાદક અને જ્વેલરી ડિઝાઇનર છે.  તેમણે ઘણી અગ્રણી બ્રાન્ડ્સ માટે ડાયમંડની વિશિષ્ટ  ડિઝાઇન પણ બનાવી છે. પ્રોફેશનલ જર્ની દરમિયાન તેણે આઈએસજીજે ધ જ્વેલરીમાંથી ડાયમંડ અને જ્વેલરી એજ્યુકેશન પૂર્ણ કર્યું છે.

નકશો અને આકૃતિ પહેલા કાચ પર પ્રયોગ કર્યા હતા
આકાશ સલીયાએ કહ્યું હતું કે, પહેલીવાર ડાયમંડમાં ભારતના મેપ આકાર આપવાનો હતો એ પહેલા 10થી 12 વખત કાચ પર કામ કર્યું હતું. જેમાં સફળતા મળ્યા બાદ હીરા પર કામ ચાલું કર્યું પણ તેમાં ધારી સફળતા મળતી ન હતી કારણ કે કાચ અને હીરાની હાર્ડનેસમા ખુબ મોટુ અંતર રહેલું છે. આખરે રીસ્ક લઇને હીરા પર કામ કર્યું હતું. એ જ રીતે વડાપ્રધાનની આકૃતિ ઉપસાવતી વખતે પણ લેસર પહેલા આ રીતે જ કાચ પર પ્રયોગ કરવામાં આવ્યા હતાં.  

રીયલ ડાયમંડને બદનામ કરવાનુ બંધ કરો
સિન્થેટીક ડાયમંડની એક ટોળકી રીયલ ડાયમંડના બિઝનેસનો નેગેટીવ પ્રચાર કરવામાં લાગેલી છે. હકીકતમાં મને ખબર છે ત્યાં સુધી રીયલ ડાયમંડમાં બાળમજૂરી કે બ્લડ ડાયમંડ જેવુ કશું નથી. આ મેસેજ વડાપ્રધાન સુધી પહોંચે તેમજ લોકો ફરી રીયલ ડાયમંડના વ્યવસાય તરફ વળે એવી લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો