તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકના નિયમોને લઈને પોલીસે શાળા સંચાલકો અને વાલીઓ સામે લાલ આંખ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસે શાળાે આવાતાં વિદ્યાર્થીઓને કાયદાના ઉલ્લંઘન ન કરવા સૂચના આપી હતી. - Divya Bhaskar
પોલીસે શાળાે આવાતાં વિદ્યાર્થીઓને કાયદાના ઉલ્લંઘન ન કરવા સૂચના આપી હતી.
 • વિદ્યાર્થીઓ સ્કૂલે મોપેડ કે બાઈક લઈને ન જાય તેવી સૂચના અપાઈ

સુરતઃટ્રાફિકના નિયમો તોડવાની ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે નવા મોટર વ્હિકલ એકટનો કાયદો આવ્યા બાદ સ્કૂલ જતાં બાળકોને વાહન સાથે પકડાય તો તેના વાલી અને સ્કૂલ પર ટ્રાફિક પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ હોવા છતાંય બાળકો કે સ્કૂલ નિયમો પાળતા નથી. ત્યારે આગામી આગામી બુધવાર થી સુરત ટ્રાફિક પોલીસ કડકપણે અમલ કરવા જઈ રહી હોવા અંગે વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોને માહિતગાર કરાયા હતાં. સાથે જ જો વિદ્યાર્થીઓ આમ નહી કરે તો તેના વાલી પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

જાગૃતિ માટે સ્કૂલે પોલીસ પહોંચી
નવા મોટર વ્હિકલ એકટ લાગુ થયા બાદ શાળાએ વાહન લઇ જતા બાળકોને જો વાલી વાહન આપશે તો તેના વિરુદ્ધ કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. સાથે શાળા પર પણ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી શકે છે ત્યારે આ કાયદાનું સુરતમાં ખુલે આમ ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવતા આજથી બે દિવસ માટે સુરત ટ્રાફિક પોલીસ શાળાને નોટિસ  આપવાની કામગીરી શરૂ કરી છે અને  બુધવારથી કડક પાને અમલી કરણ કરવાં જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો