તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃકઠોદરા-ગઢપુર રોડ પર આવેલી ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અનોખો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહીદ પરિવારજનોને 51 હજારનો સહાયનો ચેક આપવાની સાથે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જીંદા શહીદનું બિરૂદ પામેલા મનીન્દરજીતસિંઘ બીટ્ટાએ જણાવ્યું હતું કે, સુરત શહીદોના પરિવારની પડખે સતત ઉભું રહે છે.
સુરત જેવો પ્રેમ ક્યાંય નથી મળતો-બીટા
કાર્યક્રમમાં રાજકિય મહાનુભાવોની સાથે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પોલીસ ખાતાના રાજકુમાર પાંડિયન, મહેન્દ્રભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના ઉદઘાટક મનીન્દરસિંઘ બીટ્ટાએ જણાવ્યું હતું કે, સુરત જે રીતે શહીદ સૈનિકોના પરિવારને સાથ સહકાર અને સધિયારો આપે છે તેવું ક્યાંય જોવા મળતું નથી. અહીં સૈનિકો સાથે સેલ્ફી લેવામાં આવે છે. મારી સેલ્ફી લેનાર દીકરીના મેં નમન કરી ચરણ સ્પર્શ કરીને સુરતના લોકો જેવી દેશ ભાવના મારામાં આવે તેવી કામના કરી હતી. સુરત હંમેશા દેશદાઝ માટે તૈયાર જ હોય છે. આવું દરેક ભારતીય કરવા લાગે તો આપણાં દેશની સામે કોઈ નાપાક આંખ ઉંચી કરીને પણ ન જોઈ શકે.સુરતીઓ ભલે ફૌઝમાં ઓછા છે પરંતુ તેમના દિલમાં દેશ માટે જે લાગણી છે તે જ મહત્વની છે અને દરેક ભારતીયમાં આ લાગણી હોવા જોઈએ.
શહીદોના સન્માન વખતે આંખો ભીની થઈ
ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલ વતિ જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શાળાનો વાર્ષિકોત્સવ વિંગ ડિંગ-2ના નામે ઉજવવામાં આવ્યો હતો. વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ દેશ પ્રેમને લગતાં ગીતો પર હજારથી વધુ વિદ્યાર્થીઓએ નૃત્યની સાથે નાટકો રજૂ કરીને દેશ ભાવનાને ઉજાગર કરતાં સંદેશા આપ્યાં હતાં. સાથે સ્કૂલનું નામ રોશન કરનારા અને વિશેષ સિધ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શાળા પરિવાર દ્વારા ટ્રસ્ટીઓ અને મહેમાનો દ્વારા શહીદોના સન્માન વખતે હાજર વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
Sponsored By
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.