તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂસ્તમપુરા પોલીસ ચોકી સામે જ બે સંતાનની ત્યક્તા માતાની લાજ લેવાની કોશિષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દીકરાની માતા પતિથી અલગ રહે છે
  • પોલીસ ચોકી સામે જ યુવકે પકડી હતી

સુરતઃસલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂસ્તમપુરા પોલીસ ચોકી સામે જ રવિવારની રાત્રે એક યુવકે 32 વર્ષિય ત્યક્તાને પકડીને તેની પાસે બિભત્સ માંગણી કરીને લાજ લેવાની કોશિશ કરી હતી. મહિલાએ યુવકને લાત મારીને ભાગીને એક રિક્ષામાં સંતાઈ ગઈ હતી. ત્યાંથી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. 

પકડીને બિભત્સ માંગણી કરી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રૂસ્તમપુરા પોલીસ ચોકી પાસે રહેતી 32 વર્ષિય મુમતાઝ( નામ બદલ્યું છે) તેના પતિથી અલગ રહે છે. મુમતાઝ સાથે બે દિકરા રહે છે. મુમતાઝ ધરકામ ઉપરાંત કેટરર્સને ત્યાં નોકરી કરે છે. રવિવારે રાત્રે કેટરર્સને ત્યાં નોકરી કરીને મુમતાઝ ઘરે આવી હતી. તેના ઘર પાસે રહેતા આરોપી ઇલ્યાસ યુસુફ શેખે રાત્રે મુમતાઝને કમરમાં પકડીને તેની પાસે બિભત્સ માંગણી કરી હતી. મુમતાઝે વિરોધ કર્યો ત્યારે મુમતાઝને નીચે પાડીને લાજ લેવાની કોશિશ કરી હતી. મુમતાઝે ઇલ્યાસને લાત મારીને તેના હાથમાંથી છુટીને ભાગીને એક રિક્ષામાં સંતાઈ ગઈ હતી. ત્યાંથી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરતા સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મુમતાઝે ઇલ્યાસ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.