પોલીસની લેફ્ટ-રાઇટ: 2 રાત જાગી ફોન ચોરીના 22 ગુના નોંધવા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સરથાણા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.
  • વરાછામાં 10 વર્ષમાં ફોનચોરી થયા અંગે RTI કરી હતી
  • વરાછા પોલીસ 2012થી મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધતી નથી

સુરત: વરાછાથી સરથાણા રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી મોબાઇલ તફડાવતી ટોળકી સક્રિય હોવાનું લોકો અનુભવી રહ્યા છે. મોબાઇલ ગુમ થવા કે ચોરી થવાની ઘટનાઓના સામે આવેલા આંકડાઓ પરથી તેનો અંદાજ આંકી શકાય તેમ છે. વર્ષ 2018ના આંકડા ઉપર નજર કરીએ તો માત્ર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મોબાઇલ ચોરીની 47 જેટલી અરજી પોલીસ ચોપડે નોંધાઇ હતી. તેવામાં અધધ બનાવો છતાં સ્થાનિક પોલીસ મોબાઇલ ચોરીની એફઆઇઆર ન નોંધતી હોવાની લોકો દ્વારા રાવ ઉઠી છે.

મોબાઇલ ચોરીની ઉપરા-છાપરી ઘટનાઓ છતાં પોલીસ એફઆઇઆર ન નોંધતી હોવાની માથાકૂટથી હેરાન યોગીચોકના હિરેન પેથાણીએ સરથાણા પોલીસ મથકમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા મોબાઇલ ચોરાયા હોવાની અરજી અને એફઆઇઆરની વિગતો માંગી હતી. પોલીસે આ આરટીઆઇના જવાબમાં લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓને તાત્કાલીક એફઆઇઆરમાં તબદિલ કરી હતી. એટલે ગત તા. 23મી અને 26મી ફેબ્રુઆરી-2019ની રાતમાં જ એક સાથે કુલ 22 એફઆઇઆર નોંધી દેવામાં આવી હતી. બે રાતમાં જ અરજદારોને બોલાવી બોલાવીને એફઆઇઆર નોંધાતા સમગ્ર પ્રક્રિયાને શંકાની નજરોએ જોવાઇ રહી છે.

8 વર્ષે પણ ફરિયાદ ન નોંધાઇ
વરાછાના હિતેશ ગાબાણીનો આઇ-પેડ મોબાઇલ ગુમ થયો હતો. આશરે 47 હજારના કિંમતી આઇ-પેડ ચોરી અથવા ગુમ થયું હોવાની અરજી 3-માર્ચ-2012ના રોજ વરાછા પોલીસમાં કરાઇ હતી. ત્રણ રિમાઇન્ડર છતાં વરાછા પોલીસે એફઆઇઆર નોંધી નથી. 2012થી પોલીસ સ્ટેશને ધક્કા ખાઇ રહ્યાં છે. જેટલું દુ:ખ આઇ-પેડ ચોરી થવાના કારણે નથી થયું તેટલું દુ:ખ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાથી થયું હોવાનો બળાપો તેમણે કાઢ્યો હતો.

ફરિયાદના ત્રીજા મહિને ફોન મળ્યા
ગઇ તા.22મી ફેબ્રુઆરી-2018ના રોજ મોબાઇલ ચોરી થયો હતો. વર્ષ સુધી રાહ જોવડાવી અચાનક પોલીસે એફઆઇઆર નોંધવા બોલાવ્યો અને ત્રણ મહિના બાદ મોબાઇલ મળી ગયો હતો. એફઆઇઆર નોંધાય તો ગુમ અથવા ચોરાયેલ મોબાઇલ પરત આવી શકે છે- સંદિપ કાનાણી, સરથાણા

સ્ટાફના અભાવે પરેશાની થતી હોય છે
વર્ષ 2012માં આઇ-પેડ ગુમની અરજીના કામે તપાસ કરવા સૂચના આપી છે. ગુનો જુનો હોવાથી અરજદારને ફરી સાંભળી તાકીદે એફઆઇઆર નોંધી ડીટેક્શનના પ્રયાસ કરાશે, સ્ટાફના અભાવે થોડીક પરેશાની થતી હોય છે.-લાલજીભાઇ ખરાદી, PI, વરાછા પો.સ્ટે.

અન્ય સમાચારો પણ છે...