તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત પોલીસે ઉતરાયણને લઈને જાહેરનામું બહાર પાડ્યું, બે દિવસ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર અવરજવર પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસના નિર્ણયને લોકોએ આવકાર્યો
  • સેફ્ટી ગાર્ડવાળા વાહન ચાલકોને મુક્તિ

સુરતઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ પર ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર અવરજવર પર સુરત પોલીસે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉતરાયણના દિવસોમાં દોરીથી ઈજા અને મોતના કિસ્સોઓ પણ બનતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
સુરતમાં ઉતરાણ પર્વ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉતરાયણ પર્વના દિવસે સવારે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હિલર પર પ્રતિબંધ છે. જેમાં 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જો કોઈ બ્રિજ પરથી બંને દિવસે પસાર થશે તો IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પરિપત્રમાં ઉલ્લેખ છે. પોલીસના આ નિર્ણયનો લોકોએ આવકારતા જણાવ્યું હતું કે, લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નદી પરના બ્રિજ પર ટુ-વ્હીલર વાહન ચાલકોને મુક્તિ

  • પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવર બ્રિજ નીચેથી અવરજવર કરી શકશે
  • જે ટુ-વ્હીલર વાહન ચાલકો ટુ-વ્હીલર પર આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવ્યો હશે તેવા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • નદી પરના બ્રિજ પર જનાર ટુ-વ્હીલર વાહન ચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો