સુરત / પાંડેસરામાં 7 વર્ષની બાળકીની છેડતી કરના યુવકને મહિલાઓએ ભેગા મળી મેથીપાક આપ્યો

  • મહિલાઓએ માર મારી પોલીસને સોંપ્યો
  • બાળકીનો હાથ પકડી ચોકલેટની લાલચ આપતો

Divyabhaskar.com

Jul 12, 2019, 09:39 PM IST

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગરમાં 7 વર્ષની માસૂમ બાળકીની એક યુવક છેડતી કરી રહ્યો હતો. જેથી મહિલાઓએ ભેગા મળીને યુવકને માર મારી પાંડેસરા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.

ચોકલેટની લાલચ આપતો હતો

પાંડેસરાના નાગસેનનગરમાં એક યુવક સાત વર્ષની બાળકીનો હાથ પકડીને ચોકલેટની લાલચ આપી રહ્યો હતો.છેલ્લા બે ત્રણ દિવસથી યુવક આ રીતે બાળકીને ભોળવવા પ્રયાસ કરતો હતો. જેથી મહિલાઓએ છેડતી કરનાર યુવકને ઝડપી લીધો હતો. બાદમાં એકઠી થયેલી મહિલાઓએ જ મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં પોલીસ હવાલે કરી દીધો હતો. હાલ પાંડેસરા પોલીસે યુવકની વધુ તપાસ હાથ ધરીછે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી