તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતારગામમાં પતિ પત્ની દુકાન બહાર રહેલા એસીની ચોરી કરતાં સીસીટીવીમાં કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ પત્નીએ એસીની ચોરી કરતાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી - Divya Bhaskar
પતિ પત્નીએ એસીની ચોરી કરતાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી
  • એસી રિપેરીંગની દુકાનેથી પતિ પત્નીએ ચોરી કરી
  • પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ આદરી

સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલા અશોકનગરની સામેની ગલીમાં ધનમોરા ખાતે જલમંગલ કુલ પોઈન્ટ નામે એસી રિપેરીંગની દુકાનની બહાર કસ્ટમર રાજેશભાઈ ભીંગરાડીયાનું રિપેરિંગનું મિત્સુબીસી કંપનીનું હેવી ડ્યુટી દોઢ ટનનું એસી અંદાજે 30 હજારની કિમતનું પતિ પત્નીએ 29મીમેના રાત્રે ચોરેલું જે સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોં પર રૂમાલ બાંધી મોપેડ પર આવ્યા હતા

એસી રિપેર કરતાં ભુપતભાઈ જેઠસુરભાઈ ભુકણની દુકાનની બહાર એસી રિપેરીંગમાં આવ્યા હોય તેને રાખતાં હતાં. જેને ભૂપતભાઈ ગોવિંદભાઈ પીપળીયા અને તેમની પત્ની મુક્તાબેન ભૂપતભાઈ પપીળીયા રહે ઘર નંબર 20 રમણનગર ધનમોરા કતારગામે ચોરી લીધું હતું. પતિ મોં પર રૂમાલ બાંધીને મોપેડ પર આવ્યાં હતાં. એક વાર પત્નીને દુકાન પર મુકીને ક્યાંક જતાં સીસીટીવીમાં દેખાય છે. તેઓએ એસીને દુકાનમાંથી ઉઠાવીને પરત મુક્યાનું પણ કેમેરામાં કેદ થયું હતું. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.