તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં ડોક્ટરે 15 વર્ષની કિશોરીને અડપલાં કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરતઃ સુરતના વરાછામાં મારૂતિ કલીનીકના D.H.M.S ડિગ્રી ધરાવતા 52 વર્ષીય ડો.આર.ટી.ગોયાણીએ 15 વર્ષની કિશોરીને તપાસના બહાને રૂમમાં લઈ જઈ અડપલા કર્યા હતા. ડોકટરની ગંદી હરકતો બાબતે કિશોરીએ પરિવારને 3 દિવસ પછી વાત કરી હતી. જેથી રોષે ભરાયેલા કિશોરીના પરિવારજનો અને સંબંધીઓ કલીનીક પર શુકવારે સાંજે દોડી ગયા અને ડોકટરની બરાબરની ઘોલાઇ કરી નાખી હતી. વરાછા પોલીસે કિશોરીની ફરિયાદ લઈને ડોકટરની વિરૂધ્ધમાં છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.