ભેસ્તાન પાંજરાપોળમાં બીમાર ગાયો ન સ્વિકારાતા ક્લેક્ટર કચેરી સામે બાંધી દેવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંજરાપોળમાં ગાયો માટે જગ્યા ન મળતાં કલેક્ટર કચેરી સામે ગાય બાંધી દેવાઈ હતી. - Divya Bhaskar
પાંજરાપોળમાં ગાયો માટે જગ્યા ન મળતાં કલેક્ટર કચેરી સામે ગાય બાંધી દેવાઈ હતી.
  • નધણિયાત બીમાર ગાયોની વ્યવસ્થા કરવા આવેદનપત્ર
  • ક્લેક્ટર કચેરી ખાતેથી પાલિકાએ ગાયોને ઉઠાવા જહેમત કરી

સુરતઃભેસ્તાન પાંજરાપોળમાં બીમાર અને નધિયાત ગાયોને સ્વિકારમાં ન આવતાં ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ગાયોને ક્લેક્ટર કચેરી સામે બાંધી દેવામાં આવી હતી. બાદમાં ક્લેક્ટરને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતુંકે, પાલિકા દ્વારા કાયમી ધોરણે અકસ્માત પામતા પશુધન માટે કોઈ વ્યસ્થા કરવા જણાવ્યું હતું

લેખિતમાં જાણ કરાઈ હતી
ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ક્લેક્ટરને પાઠાવાયેલા આવેદનપત્ર મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત પાંજરાપોળમાં ક્ષમતા કરતાં વધુ ગૌવંશ હોવાથી તેઓ દ્વારા સુરત મહાનગરપાલિકા તથા પશુપાલન અધિકારી સુરતને નવા ગૌવંશ નહીં સ્વિકારી શકાય તે બાબતે લેખિત જાણ કરેલી હોય ગંભીર સમસ્યા ઉતપન્ન થઈ છે. સુરત શહેર અને જિલ્લામાંથી રોજના પાંચથી આઠ કેસો બીમાર અથવા અકસ્માત થયેલ ગૌવંશના કેસો આવતા હોવાથી ક્યાં મુકવા તે વિકટ પ્રશ્ન ઉદભવે છે. તંત્રને જાણ થાય તે માટે થઈને ક્લેક્ટર કચેરી સામે ગાયો બાંધવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

પાલિકાએ ગાયોની વ્યવસ્થા કરી
ક્લેક્ટર કચેરી સામે બીમાર ગાયો બાંધી દેવાયા બાદ તંત્ર દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી હતી. જેથી પાલિકા દ્વારા ગાયોને યોગ્ય રીતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.