સુરત / લિંબાયતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર અનિલની ફાંસી સજા હાઈકોર્ટે માન્ય રાખતાં SCમાં પડકારી

હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખતા અનિલ યાદવ (ફાઈલ તસવીર)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખતા અનિલ યાદવ (ફાઈલ તસવીર)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

  • 31 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજાનો હુકમ કર્યો હતો
  • બાળકીની લાશને કોથળામાં ભરીને રૂમને બહારથી તાળું મારી દીધું હતું
  • અનિલ યાદવે જેલર મારફત કાનૂની મદદ માંગીને સુપ્રીમમાં અરજી કરી

Divyabhaskar.com

Feb 14, 2020, 03:28 AM IST

સુરતઃ સાડા ત્રણ વર્ષની પુત્રીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેના સંદર્ભમાં સરકારે એક વકીલની નિમણુંક પણ કરી છે. લીંબાયતમાં રહેતા 26 વર્ષીય આરોપી અનિલ યાદવે પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને પોતાના રૂમમાં લઈ જઈ માસુમ સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે 31 જુલાઈએ અનિલ યાદવને ફાંસીની સજા ફટકારી હતી. માસુમ બાળકી પર પાશવી કૃત્ય આચરનાર અનિલ યાદવના કેસને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે 28 ફેબ્રુઆરી 2020 ના રોજ સાબરમતી જેલમાં ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો. આરોપીએ ફાંસીની સજામાંથી બચવા સુપ્રીમ કોર્ટમાં આપીલ કરી છે. જેના સંદર્ભમાં સરકારે એક વકીલની નિમણુક પણ કરી છે.

28મીએ અપાની ફાંસીની સજા ટળશે

લિંબાયતના ગોડાદરામાં ત્રણ વર્ષની બાળકી સાથે પાશવી કૃત્ય કરનાર અનિલ યાદવના કેસને સેશન્સ અને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો હતો. સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખીને હાઈકોર્ટે 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ફાંસી આપવાનો હુકમ કર્યો હતો. જો કે, ફાંસી અગાઉ જ આરોપી અનિલ યાદવે જેલપ મારફત સરકાર ઓએસે કાનૂની મદદ માંગી હતી. સરકારે સુપ્રીમમાં અનિલ યાદવને કેસ લડવા એક વકીલની નિમણૂંક કરી છે. સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હોવાથી આરોપી અનિલ યાદવની 28મી ફેબ્રુઆરીએ અપાનારી ફાંસી ટળી જશે.

અમદાવાદમાં ફાંસીની તૈયારીઓ કરાઈ

અમદાવાદની સાબરમતિ જેલમાં ઘણા સમયથી ફાંસી ન અપાઈ હોવાથી અનિલ યાદવની ફાંસીના હાઈકોર્ટના હુકમ બાદ રંગરોગાન સહિતની તૈયારીઓ કરવામાં આવી હતી. બેરેકને પણ રંગી દેવામાં આવી હતી. જો કે હવે સુપ્રીમમાં કેસ જતાં ફાંસીની સજા ટળશે તેમ કાયદાના જાણકારો માની રહ્યાં છે.

આરોપીને બહાર જીવતો જોઇ શક્યા ના હોત
બાળકીના માતા-પિતાએ જણાવ્યુ હતુ કે સેશન્સ બાદ હાઇકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખી છે એટલે અમે ભગવાન, ન્યાયતંત્ર અને સરકારાના આભારી છીએ. જો એ હેવાન બહાર આવ્યો હોત તો અમારે મરી જવા જેવું થાત. તેને જીવતો બહાર અમે ન જોઇ શક્યા હોત.

ઘટના શું હતી?

સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.

સેશન્સ અને હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું હતું

ચુકાદામાં સેશન્સ કોર્ટે કહ્યું હતું કે, પહેલાંના જમાનામાં રાક્ષસો બાળકોને ઉપાડી જતા હતા એ વાર્તા આવતી હતી. આ તો રાક્ષસી કરતાં પણ વધુ જઘન્ય કૃત્ય છે. એમાં આજીવન કેદ કરતા મૃત્યુદંડની સજા જ યોગ્ય છે. આરોપીની માનસિકતા પણ અહીં જોવાની જરૂર છે.

આ કલમ હેઠળ સજા થઈ હતી

302: ગળે ફાંસો આપી મૃત્યું થાય ત્યાં સુધી લટકાવવો
366 : દસ વર્ષ
376 -એબી: ફાંસી
377: દસ વર્ષ
201: સાત વર્ષ
પોક્સો 3(એ) : ફાંસી
પોક્સો-5(એમ) : ફાંસી
પોક્સો-4: ફાંસી
પોક્સો-6: ફાંસી
પોક્સો-8 : ફાંસી

X
હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખતા અનિલ યાદવ (ફાઈલ તસવીર)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખતા અનિલ યાદવ (ફાઈલ તસવીર)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી