રાષ્ટ્રપતિને દયા અરજીનો વિકલ્પ
મળતી માહિતી પ્રમાણે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનિલ યાદવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે, આરોપી અનિલ પાસે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો વિકલ્પ છે. જે વિકલ્પ બાદ ફરી સુપ્રીમમાં અરજી કરવાની રહેશે. દયા અરજી ફગાવવામાં આવશે ત્યારબાદ જ સમગ્ર પ્રક્રિયા પુરી કર્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે.
અનિલ યાદવના વકીલની દલીલને માન્ય રખાઈ
ફાંસી અગાઉ જ આરોપી અનિલ યાદવે જેલ મારફત સરકાર ઓએસે કાનૂની મદદ માંગી હતી. સરકારે સુપ્રીમમાં અનિલ યાદવને કેસ લડવા એક વકીલની નિમણૂંક કરી છે. આરોપી અનિલના વકીલ અપરાજીતા સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે અનિલ પાસે 60 દિવસનો સમય છે અને તે પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. ચીફ જસ્ટીસે આ દલીલને માન્ય રાખી કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો હોવા છતા વોરન્ટ જાહેર જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, તમામ કાનૂની વિકલ્પ પૂર્ણ તયા પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. જજ આ પ્રકારના આદેશ કેવી પીતે આપી શકે છે? ન્યાયિક પ્રક્રિયા આવી રીતે ન થઈ શકે.
29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાની હતી
સેશન્સ કોર્ટે 31 જુલાઈ 2019ના રોજ અનિલ યાદવને ફાંસીની સજાની સજા જાહેર કરાઈ હતી. જેને હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સવારે અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરાયું હતું. દરમિયાન આરોપી અનિલ યાદવ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
ઘટના શું હતી?
સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.
સેશન્સ અને હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું હતું
ચુકાદામાં સેશન્સ કોર્ટે કહ્યું હતું કે, પહેલાંના જમાનામાં રાક્ષસો બાળકોને ઉપાડી જતા હતા એ વાર્તા આવતી હતી. આ તો રાક્ષસી કરતાં પણ વધુ જઘન્ય કૃત્ય છે. એમાં આજીવન કેદ કરતા મૃત્યુદંડની સજા જ યોગ્ય છે. આરોપીની માનસિકતા પણ અહીં જોવાની જરૂર છે.
આ કલમ હેઠળ સજા થઈ હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.