તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર ચોરીના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, મહારાષ્ટ્રમાંથી ચોરી કરી કાર ગુજરાતમાં વેચતો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીએ આ ગુનામાં પોતાના ભાઈને પણ સામેલ કર્યો હતો - Divya Bhaskar
આરોપીએ આ ગુનામાં પોતાના ભાઈને પણ સામેલ કર્યો હતો
  • ટોટલ લોસ ગયેલી કાર જેવી જ કાર ચોરી કરાવતા હતા
  • ગુજરાતમાં કાર મેળામાં ચોરી કરેલી કાર વેચતા હતા

સુરતઃ કાર ચોરીની ઘટનાઓ વધતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસને બાતમી મળતા છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા સુરેશ સેલડિયા નામના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાંથી કારની ચોરી કરી તેને ગુજરાતમાં વેચતો હતો.

મોડસ ઓપરેન્ડી
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે અને તેનો ભાઈ ભાવેશ સેલડિયા કારનું એન્ટીક ઓટોગેરેજ ચલાવે છે. જેમાં તે નોનયૂઝ અને અકસ્માતમાં ટોટલ લોસ ગયેલી કાર વિમા કંપની, કાર એજન્સી અને કબાડીવાળા પાસેથી કારના ઓરિજીનલ કાગળો મેળવી લેતા હતા. ત્યારબાદ તેવી જ કાર મુંબઈના સાગરીત મોહમ્મદ તૌફીક અને ખુરશીદ અહેમદ પાસે મહારાષ્ટ્રમાં કાર ચોરી કરાવતો હતો. ત્યારબાદ ચોરી કરેલી કાર સુરતમાં લેવી કારના એન્જિન અને ચિચીસ નંબર કાઢી ટોટલ લોસ ગયેલી કારના ચેચીસ અને એન્જિન ફીટ કરી ગુજરાતમાં કાર મેળામાં વેચતા હતા.

21 ગુનાનો ભેદ ઉકેલાયો
ગુજરાતમાં સુરત અને વલસાડમાં બે ગુનાઓ નોંધાયા છે. જ્યારે 19 જેટલા ગુનાઓ મહારાષ્ટ્રના 19 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી સામે 15 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. 

અન્ય સમાચારો પણ છે...