તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડાજણની સંગમ ટાઉનશીપમાં ઘરના લોક તોડી તસ્કરોએ દાગીના સહિત રોકડની ચોરી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ મકાનના દરવાજાનો લોક તોડીને કબાટમાંથી ચોરી કરી હતી. - Divya Bhaskar
તસ્કરોએ મકાનના દરવાજાનો લોક તોડીને કબાટમાંથી ચોરી કરી હતી.
  • ઘરના લોક તોડી 97 હજારની ચોરી કરી
  • પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે

સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલા સંગમ ટાઉનશીપમાં આવેલા ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા મળી કુલ ૯૭ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે ઘર માલિકે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી 

સોનાની વીટી,બુટી,ચેઈન ચોરાયા
સુરતના અડાજણ સ્થિત આવેલા સંગમ ટાઉનશીપમાં રહેતા હર્ષદભાઈ અંબુભાઈ પટેલના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટના લોકરમાંથી સોનાની ચેઈન, બુટી, વીટી તેમજ રોકડા રૂપિયા ૨૦ હજાર મળી કુલ ૯૭ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતા ઘર માલિકે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે અડાજણ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
 

અન્ય સમાચારો પણ છે...