તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપીના કતાસવણમાં રોડ પરથી ટેમ્પો પલટી જતાં 7 લોકોને ઈજાઓ પહોંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સુરત સિવિલ ખસેડાયા

સુરતઃતાપી-વ્યારાના કતાસવણ ગામની સીમમાંથી પસાર થતા રોડ પર ટેમ્પો પલટી મારી ગયો હતો. જેથી ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી 3ની હાલ ગંભીર હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. એક્સિડન્ટની સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

માલવાહક ટેમ્પોમાં મુસાફરો ગેરકાયદે બેસાડેલા
પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ કતાવસણ ગામની સીમમાંથી ટેમ્પો (જીજે 26 ટી 5406)ના ચાલકે પોતાના માલવાહક ટેમ્પોમાં ગેરકાયદે રીતે મુસાફરોને બેસાડ્યાં હતાં.14 જેટલા મુસાફરોને બેસાડીને ડ્રાઈવર કતાવસણ ગામની સીમમાં વ્યારા રોડ ઉપર પહોંચતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં એક્સિડન્ટ સર્જાયો હતો. જેથી ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો. 

ડ્રાઈવર નાસી ગયો
ટેમ્પો રોડ પર પલટી ખાધા બાદ ટેમ્પોમાં સવાર શ્રમિકોને ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી. સાથે જ ત્રણ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચેલી તેમ છતાં ટેમ્પોનો ચાલક એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે ટેમ્પો મુકીને નાસી ગયો હતો. આ અંગે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઈજાગ્રસ્તોના નામ
વિનુ રૂગા ગરવાળ (ઉ.વ.આ.40)
નયના રાહુલ ગરવાળ(ઉ.વ.આ.22)
સવિતા મનુ ગરવાળ (ઉ.વ.આ.27)
દીપીકા દીલીપ ગરવાળ (ઉ.વ.આ.28)
પંકજ હનજી ગરવાળ (ઉ.વ.17)
સુબિતા મીથુન ગરવાળ (ઉ.વ.આ.21)
મનુ બાલુ ગરવાળ (ઉ.વ.આ.27)
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો