તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે આઠ વાગ્યાથી લાઈનમાં છીએ, કોઈ ડોક્ટર આવ્યા નથીઃ સુરત સિવિલ હોસ્પિટલના દર્દી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીઓએ કહ્યું ડોક્ટર આવશે તેવા બોર્ડ માર્યા છે પણ કોઈ આવ્યું નથી - Divya Bhaskar
દર્દીઓએ કહ્યું ડોક્ટર આવશે તેવા બોર્ડ માર્યા છે પણ કોઈ આવ્યું નથી
  • દર્દીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
  • આઠ વાગ્યાથી દર્દીઓ લાઈનમાં બેસી ગયા છે

સુરતઃ પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર દેશના તબીબો આજે હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં સુરત શહેરના તબીબોએ પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. જેની અસર સવારથી સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બહાર લાઈનમાં ઉભેલા દર્દીઓએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સવારે આઠ વાગ્યાથી લાઈન ઉભા છીએ, હાલ 10 વાગવા આવ્યા છતા કોઈ ડોક્ટર આવ્યા નથી.

દોઢ કલાકથી ડોક્ટરના કોઈ ઠેકાણ નથી

સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી હનિફ ખાન અનવર ખાતે જણાવ્યું હતું કે, આઠ વાગ્યાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો છું. સાડા આઠ વાગ્યે 11 નંબરની ઓપીડી બહાર લાઈન આવી ગયો છું. હજું સુધી ડોક્ટરના કોઈ ઠેકાણા નથી. અહીં અમે લાઈનમાં બેસેલા છીએ. બહાર બોર્ડ મારેલું છે ડોક્ટર આવશે. જોકે, હજુ સુધી કોઈ આવ્યું નથી. મને હાર્ટ, પગ અને શ્વાસની તકલીફ છે. ચાલવામાં પણ તકલીફ થાય છે. ત્રણ મહિનાથી દવા પણ મળતી નથી. દવાનો સ્ટોક જ નથી. અટલે બહારથી દવા લઈ આવો તેવું કહે છે. જો બહારથી જ દવા લાવવાની હોય તો અહીં શું લેવા આવીએ.

ઓપીડીમાં કોઈ ડોક્ટર ન નથી

સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા વૃદ્ધ દર્દી પન્નારામે જણાવ્યું હતું કે, પગમાં ફોલ્લા થઈ ગયા હતા. આજે ડ્રેસિંગ કરવવા માટે આવ્યો છું. પહેલાં ત્રણ નંબરની ઓપીડીમાં ગયો હતો. જોકે, ત્યાં કોઈ ડોક્ટર ન હોવાથી એક નંબરની ઓપીડીમાં મોકલવામાં આવ્યા છે. વૃદ્ધ ચાલી પણ ન શકતા હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને ત્રણ નંબરની ઓપીડીમાંથી ચાલતા ચાલતા એક નંબરની ઓપીડી(ટ્રોમા સેન્ટર)માં પહોંચ્યા હતા.