તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર સેફ્ટી મુદ્દે રાયન ઇન્ટર. સહિત પાંચ સ્કૂલ સીલ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • સ્કૂલો સીલ કરાતાં સંચાલકો દોડતા થયા

સુરતઃ ફાયર બ્રિગેડે અપુરતી ફાયર સેફ્ટી ધરાવતી વધુ પાંચ સ્કૂલોને સીલ કરી છે. ગતરોજ છ સ્કૂલોને સીલ માર્યું હતું. ત્યારે શુક્રવારે ડુમસની રાયન ઈન્ટરનેશનલ સ્કુલની ગુજરાત બોર્ડ અને આઈસીએસઈ એમ બંને સ્કૂલોને સીલ મારતાં સંચાલકો દોડતાં થઈ ગયાં છે.  શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કોમર્શીયલ ઈમારતો, મોલ, ટ્યુશન ક્લાસ, હોટલ, રેસ્ટોરન્ટ, ટેક્સટાઈલ માર્કેટોમાં ફાયર ખાતાએ સરવે અને સિલિંગ કાર્યવાહી ચલાવી રહી છે. તે અંતર્ગત શુક્રવારે ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયની સુચનાથી ફાયર ટીમે વધુ પાંચ સ્કૂલોને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરી દીધી છે. તેમાં, ડુમસ રીસોર્ટ પાછળ મગદલ્લાની રાયન ઈન્ટર. સ્કુલ (ગુજરાત બોર્ડ),રાયન ઈન્ટરનેશનલ સ્કલ(આઈસીએસઈ)ડુમસ, કોસાડમાં હરિકૃષ્ણા ઈન્ટરનેશનલ સ્કુલ,અમરોલી સાયણ રોડની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ તથા બોમ્બે માર્કેટથી પુણારોડ બાપા સીતારામ મઢુલી પાસેની 126-127 નવરંગ વિદ્યાલયનો સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...