તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલ હોસ્પિટલમાં પાર્ક કારમાં ટાઈમ બોમ્બની અફવાએ તંત્રને દોડતું કરી દીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારનું બોનેટ ખોલી તપાસ કરતા કાર કીના સેન્સરમાં કોઈ ખામી હોવાનું સામે આવ્યું - Divya Bhaskar
કારનું બોનેટ ખોલી તપાસ કરતા કાર કીના સેન્સરમાં કોઈ ખામી હોવાનું સામે આવ્યું
  • સિવિલ ચોકીના જમાદાર અને સાથી પોલીસ કર્મચારીઓની સતર્કતા કામ લાગી
  • કારનું બોનેટ ખોલી તમામ વાયર છુટા કરી દેવાતા અવાજ બંધ થઈ ગયો હતો

સુરતઃ સિવિલ હોસ્પિટલના કાર પાર્કિંગની એક ગાડીમાં ઘડિયાળના અવાજે રાહદારીઓ બાદ આખા તંત્ર ને દોડતું કરી નાખ્યું હતું. કાર બોમ્બની વાત ને લઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ચોકીના જમાદારને જાણ કરાઈ હતી. જોકે, લગભગ 3 કલાકની મહેનત બાદ કાર માલિકને RTOની એપ્લિકેશનથી શોધી કારનું બોનેટ ખોલાવતા કારની રિમોર્ટ ચાવીના સેન્સર ખામીગ્રસ્ત હોવાનું બહાર આવતા તમામે રાહતનો દમ લીધો હતો. 

3 કલાકની જહેમત બાદ કાર કીના સેન્સરમાં કોઈ ખામી હોવાનું સામે આવ્યું
રાજેશભાઇ ગણપતભાઈ પવાર (સિવિલ ચોકીના જમાદાર, ખટોદરા,પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે, સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે, કાર પાર્કિંગમાં પાર્ક એક મારૂતિ કંપનીની કાર (GJ-05-CR-2121) માંથી ઘડિયાળના કાંટાના આવાજ જેવો જોરદાર અવાજ આવી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો કારમાં ટાઇમ બોબ્મ હોવાની વાત કરી રહ્યા છે. જાણ થતાં જ તેઓ રાઇટર હેમંતને લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. લોકોની ભોડ વચ્ચે ચેક કરતા કાર સિવિલ હોસ્પિટલના કર્મચારીની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ટાઈમ બોમ્બ જેવો અવાજ સાંભળી તાત્કાલિક આરટીઓની એક એપ્લિકેશનમાં કારનો નંબર નાખી કાર માલિકનું નામ અને સરનામું મેળવી લીધું હતું. ત્યારબાદ તેને જાણ કરી મિકેનિકને બોલાવી કારનું બોનેટ ખોલાવી દીધું હતું. લગભગ 3 કલાકની સતત જહેમત બાદ બહાર આવ્યું હતું કે આ રિમોર્ટ કાર કીના સેન્સરમાં કોઈ ખામી હોય શકે. જેને લઈ વાયર છુટા કરી દેતા અવાજ બંધ થઈ ગયો હતો.

હકીકત બહાર આવતા તમામે રાહતનો દમ લીધો
વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ બાદ આરએમઓ સહિત સુપ્રિટેન્ડન્ટ પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. દોડધામ મચી ગઇ હતી. કેટલાક ડોક્ટરો ઘટના સ્થળે થી દુર થઇ જવા સલાહ આપી રહ્યા હતા. જોકે, કલાકો બાદ હકીકત બહાર આવતા તમામે રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...