રાજકોટ / મવડી વિસ્તારના રહિશો પાણીના મુદ્દે મનપાની પશ્ચિમ વિભાગની ઓફિસે પહોંચી સુત્રોચ્ચાર કર્યો

પાણી ન મળતાં મવડીના રહિશોએ પાલિકાની ઓફિસના દરવાજે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પાણી ન મળતાં મવડીના રહિશોએ પાલિકાની ઓફિસના દરવાજે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • 3 વર્ષથી રજૂઆત કરવા છતાં પાણી મળતું નથી
  • લોકો ઓફિસના મેઈન ગેટ પાસે બેસી ગયાં

Divyabhaskar.com

Jan 23, 2020, 02:23 AM IST

રાજકોટઃમવડી વિસ્તારમાં પાણી મુદ્દે હાલાકીનો સામનો કરી રહેલા લોકોએ મનપાની પશ્ચિમ વિભાગની કચેરીએ હોબાળો મચાવ્યો હતો. પાણી મુદ્દે ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં નક્કર પરિણામ ન આવતાં લોકો કચેરીએ પહોંચી મેઈન ગેટ પર બેસીને સુત્રોચ્ચાર કરવાં લાગ્યાં હતાં.

અધિકારી સ્થળ તપાસ કરી ચુક્યા છે-લોકો

મવડી વિસ્તાર મણાવેલ શિવમ પાર્ક.કાવેરી.એન્જલ.ગ્રીનસીટી. મધુવન 1. મધુવન 2. અવધ પાર્ક.સહિત ની સોસાયટીઓમાં પાણી મળતું નથી. જેથી અહિંના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપા ઓફિસનીપશ્ચિમ વિભાગ ઓફિસે લોકોએ પહોંચીને કહ્યું હતું કે,પાણી મુદ્દે પશ્ચિમ ઓફિસ માં 3 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે.અધિકારી સ્થળ તપાસ કરી ચુક્યાં છે.છતાં પાણી મળતું નથી.જેથી તમામ લોકો ઓફિસના મેઈન ગેટ પાસે બેસી ગયાં અને પાણી આપોના સૂત્રોચ્ચાર કરવા લાગ્યાં હતાં.

X
પાણી ન મળતાં મવડીના રહિશોએ પાલિકાની ઓફિસના દરવાજે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.પાણી ન મળતાં મવડીના રહિશોએ પાલિકાની ઓફિસના દરવાજે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી