તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓના પગાર કાપી લેવાતા ક્લેક્ટરને રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અક્ષયપાત્રના કર્મચારીઓએ પગાર કાપવાના વિરોધમાં ક્લેકટરમાં રજૂઆત કરી હતી. - Divya Bhaskar
અક્ષયપાત્રના કર્મચારીઓએ પગાર કાપવાના વિરોધમાં ક્લેકટરમાં રજૂઆત કરી હતી.
  • પગાર કપાતા કર્મચારીઓ રોષે ભરાયા
  • કર્મીઓએ ક્લેક્ટર કચેરીએ રજૂઆત કરી

સુરતઃ શહેરમાં આવેલ તમામ નગર પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ તેમજ અન્નપૂર્ણા યોજનામાં ભોજન પીરસનાર અક્ષય પાત્ર (પ્લોટ નં. 55, સપ્તશ્રી રો હાઉસ,ભાગ્યોદય ઈન્ડસ્ટ્રી, આઈ માતા ચોક,ડી.આર. મોલ પાછળ,પરવત પાટીયા પાસે,સુરત) તેના આશરે 250 કર્મચારીઓને મૌખિક સૂચના આપી છે કે,હાલમાં "કોરોના વાઈરસ" ના કારણે પ્લાંટ બંધ કરવામાં આવેલો હોવાથી કર્મચારીઓને ચુકાવવમાં આવતો પગાર માત્ર અડધો દિવસ હાજરી ગણીને આપવામાં આવશે.આવી અણધારી સૂચનાથી કર્મચારીઓને અન્યાયની લાગણી સાથે રોષે ભરાઈને ક્લેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

મનસ્વી નિર્ણયનો વિરોધ
અક્ષય પાત્રના ફાહિમ નામના કર્મીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે સાંજે પોતાના રાષ્ટ્ર જોગ સંબોધનમાં સમગ્ર દેશની ઈન્ડસ્ટ્રીને અપીલ કરી છે કે, કોરોના વાઈરસની રજાઓ દરમિયાન કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન કરવામાં આવે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ સાથે "કોરોના વાઈરસ" ના કારણે પગાર અડધા દિવસનું આપવાના મનસ્વી નિયમ વિરુદ્ધ કલેકટર ડો. ધવલ પટેલ,નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન) અરવિંદભાઈ અને સુરત મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ડે. કમિશ્નર ગાયત્રીબેન જરીવાલાને રજૂઆત કરવામાં આવી હતી.
 

અન્ય સમાચારો પણ છે...