લિંબાયત પોલીસ મથકથી 300 મીટરના અંતરે પોલીસના બાતમીદારની હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસના બાતમીદારની હત્યા
  • હત્યાનું કોઈ કારણ શોધવામાં પોલીસ નિષ્ફળ

સુરતઃ લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતર મોડી સાંજે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો.મરનાર યુવક હાલ કોઈ કામધંધો કરતો નથી. મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. 

પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
લિંબાયતમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા(27 વર્ષ) હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તે ઘણી વખત પોલીસને બાતમી આપે છે. સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો. હુમલાખોરો ભાગી ગયા છે. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. હત્યાનું કારણ હજી પોલીસને પણ ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...