ઉધનામાં પારિવારીક વિવાદમાં પિતા દીકરાને નાસિક લઈ જતાં પોલીસ શોધી લાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપહરણની ફરિયાદ નોંધાતા બાળકને નાસિકથી શોધી કાઢવામાં આવ્યું હતું. - Divya Bhaskar
અપહરણની ફરિયાદ નોંધાતા બાળકને નાસિકથી શોધી કાઢવામાં આવ્યું હતું.
  • 6 વર્ષના બાળકનું અપહરણ થયાનો ગુનો નોંધ્યો
  • પિતા એડમિશન અપાવવા નાસિક લઈ ગયેલો

સુરતઃઉધના ખાતે વિજનગરમાં રહેતા 6 વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સમગ્ર મુદ્દે ટીમ બનાવી તપાસ હાથ ધરતાં બાળક નાસિકથી તેના પિતા પાસેથી મળી આવ્યું હતું.હાલ પોલીસે બાળકને શોધી કાઢીને તેનો કબ્જો તેની માતાને સોંપ્યો હતો. સમગ્ર અપહરણ પારિવારિક વિવાદમાં થયું હોવાનું સામે આવ્યું હતું.

પિતા જ બાળકને લઈ ગયેલો
માતા પિતા વચ્ચે 7 માસાથી પારિવારિક ઝઘડામાં છ વર્ષના બાળકને તેનો પિતા નાસિક લઈ ગયો હતો. નાસિકમાં સ્કૂલમાં એડમિશન કરાવવા માટે પિતા કોઈને પણ જાણ કર્યા વગર બાળકને લઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા બાળકને નાસિકથી શોધી કાઢવામાં આવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.