તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતરાયણમાં દુર્ઘટના ટાળવા ઓવરબ્રીજ પરથી નીકળતાં બાઈક ચાલકોને અટકાવવા પોલીસ કાફલો ગોઠવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા ઓવરબ્રીજ પરથી બાઈકચાલકોને ચાલતાં અટકાવવામાં આવી રહ્યાં છે. - Divya Bhaskar
પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા ઓવરબ્રીજ પરથી બાઈકચાલકોને ચાલતાં અટકાવવામાં આવી રહ્યાં છે.
  • પોલીસ કમીશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે
  • શહેરના મોટાભાગના બ્રીજ પર પોલીસ કાફલો

સુરતઃઓવરબ્રીજના શહેર તરીકે ઓળખાતા સુરતના દરેક બ્રીજ પર હાલ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને બાઈકચાલકો ઓવર બ્રીજ પરથી પસાર ન થાય તે માટે પોલીસ કમીશનરના જાહેરનામાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સઘન કરવામાં આવી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ કમીશનરે જાહેરનામું બાઈકચાલકો બ્રીજ પર બે દિવસ ન નીકળે તે માટે બહાર પાડ્યું છે તેમ છતાં પોલીસ દ્વારા ઓવરબ્રીજ નીચે ઉભા રહીને બાઈક ચાલકોને ન ચાલવા સૂચના આપીને અટકાવી રહ્યાં છે. 

42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

સુરતમાં ઉતરાણ પર્વ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉતરાયણ પર્વના દિવસે સવારે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હિલર પર પ્રતિબંધ છે. જેમાં 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જો કોઈ બ્રિજ પરથી બંને દિવસે પસાર થશે તો IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પરિપત્રમાં ઉલ્લેખ છે. પોલીસના આ નિર્ણયનો લોકોએ આવકારતા જણાવ્યું હતું કે, લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે ઉતરાયણના દિવસે પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને અટકાવવામાં આવતાં અમુક જગ્યાએ બાઈકચાલકોની પોલીસ સાથે નાની મોટી ચકમક પણ જરી હતી.
કાચની ભુકીથી કોટેડ દોરી નહીં વેચી શકાય
14 મી તારીખે સવારે 6 થી લીને 15 મી તારીખની રાત્રે 10 વાગ્યા સુધીમાં શહેરના તમામ ફ્લાય ઓવર બ્રીજ પર ટુ વ્હિલરના અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.શહેરમાં તુક્કલના વેચાણ,સંગ્રહ,કે ઉડાવવા પર 19 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો છે. જાહેર જગ્યા પર પતંગ ઉડાવવા કે પકડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ નાઇલોન દોરી, ચાઈનીજ દોરી કે લોખંડ કે કાંચના ભુક્કાથી કોટેડ કરેલ દોરીના વેચવા કે તેનાથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

નદી પરના બ્રિજ પર ટુ-વ્હીલર વાહન ચાલકોને મુક્તિ

  • પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવર બ્રિજ નીચેથી અવરજવર કરી શકશે
  • જે ટુ-વ્હીલર વાહન ચાલકો ટુ-વ્હીલર પર આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવ્યો હશે તેવા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • નદી પરના બ્રિજ પર જનાર ટુ-વ્હીલર વાહન ચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો